નવેમ્બરમાં આશરે 20 કંપનીઓના આઇપીઓના પ્રિ-ઇશ્યો એલોટેડ શેર્સનો લોક-ઇન પિરિયડ પૂરો થઇ રહ્યો હોવાથી માર્કેટમાં આ કંપનીઓના શેર્સનો ફ્લો વધતાં ભાવો ઉપર વિપરીત અસર પડવાની દહેશત

અમદાવાદઃ પેટીએમ, નાયકા, દેલ્હીવેરી, પીબી ફીનટેક સહિતની 20 જેટલી કંપનીઓએ પ્રિ-આઇપીઓ ઓફર કરેલાં શેર્સ તેમના આઇપીઓના લિસ્ટિંગ પછી લોક-ઇન પિરિયડ પૂરો થતો હોવાથી આ કંપનીઓના શેર્સમાં ફ્લોટિંગ સ્ટોક વધવા સાથે ભાવોમાં ઘસારાની દહેશત બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. તેમાંય નાયકાનો શેર મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન તેની આઇપીઓ પ્રાઇસ કરતાં પણ નીચે ઉતરી ગયો હતો.

  • જુલાઇ માસમાં ઝોમેટોના શેર્સમાં લોકઇન પિરિયડ પૂરો થતાંની સાથે જ શેર 22 ટકા તૂટી ગયો હતો. તેમાં ખાસ કરીને ઉબર અને ટાઇગર ગ્લોબલે તેમનો મોટાભાગનો હિસ્સો વેચ્યો હોવાનું નોંધાયું હતું.
  • સેબીએ પ્રિ-આઇપીઓ શેર્સ ખરીદતાં રોકાણકારો માટેનો લોકઇન પિરિયડ 12 માસથી ઘટાડી 6 માસ સુધી કર્યો છે.
  • દિલ્હીવેરી, રેઇનબો ચિલ્ડ્રન્સ મેડિકેર, પ્રદિપ ફોસ્ફેટ અને કેમ્પસ એક્ટિવેર સહિતની 8 કંપનીઓએ એપ્રિલમાં આઇપીઓ યોજ્યો હતો.તેથી તેમનો લોક-ઇન પિરિયડ આગામી મહિને પૂરો થશે.
  • પેટીએમ પીબી ફીનટેક, નાયકા, સેફાયર ફુડ્સ અને ફીનો પેમેન્ટ્સ સહિત 11 કંપનીઓમાં લોક-ઇન નવેમ્બરમાં પૂર્ણ થઇ રહ્યો છે.

આવા પ્રિ-આઇપીઓ શેર્સ ખરીદનારા રોકાણકારો લોકઇન પૂરો થતાં જ તેમના શેર્સ ઓફ્ફલોડ કરવા પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. નાયકામાં તો એન્કર ઇન્વેસ્ટર્સનો લોકઇન પિરિયડ 10 નવેમ્બરે પૂર્ણ થઇ રહ્યો ચે. આશરે 31.90 કરોડ શેર્સ છૂટાં થશે. તે જોતાં નાયકાના શેર્સની શું પરિસ્થિતિ થઇ શકે તેતો આવનારો સમય જ બતાવી શકે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

દિલ્હીવેરીનો શેર આઇપીઓ પ્રાઇસથી 35 ટકા તૂટ્યો

કંપનીલોકઇન-પિરિયડઇશ્યૂપ્રાઇસછેલ્લો1 માસમાં ઘટાડો
ONE9718 NOV21506300.09
PB FINTECH15 NOV980378-26
DELHIVERY24 NOV487385-14
SAPPHIRE FOOD18 NOV11801435-2.80
RAINBOW CHILD10 NOV5426735.00
PRADEEP PHOS.27 NOV4262-2.68
CAMPUS ACTI.9 NOV2925902.00
FINO PAYMENT12 NOV577197-21.0
TRANSONS PROD.26 NOV662801-1.15
GO FASHION30 NOV69013576.80