અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ ગેપડાઉન સાથે 18325 પોઇન્ટની સપાટીથી 18252 પોઇન્ટની સપાટી નોંધાવી ત્યારે એમ લાગતું હતું કે મંગળવારનો સુધારો અલ્પજીવી નિવડશે. પરંતુ વૈશ્વિક શેરબજારો પાછળ ભારતીય શેરબજારો પણ જોડાયા હતા. જેમાં છેલ્લે નિફ્ટીએ 23 પોઇન્ટનો નોમિનલ સુધારો નોંધાવ્યો હતો.

ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે 18300ની સપાટી મહત્વની હર્ડલ ગણાવી શકાય તે ક્રોસ કરવામાં ફેઇલ જાય તો નીચામાં 18234- 18200ના લેવલ્સ મહત્વના ટેકાના ગણાવી શકાય.. ઉપરમાં 18313- 18359 પોઇન્ટની મહત્વની સપાટીઓ રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે.

NIFTY18267BANK NIFTY42729IN FOCUS
S-118234S-142570B*- MOIL
S-218200S-241411S*- BEL
R-118313R-142874B*- BSOFT
R-218359R-243020B*- MARRICO

(B*= BUY, S*= SELL)

BANK NIFTY OUTLOOK: SUPORT 42570- 42411, RESISTANCE 42874- 43020

બુધવારે બેન્ક નિફ્ટીએ 42690- 42630ની સાંકડી રેન્જમાં ખુલવા સાથે છેલ્લે 272 પોઇન્ટના સુધારા સાથે 42729 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઓલટાઇમ હાઇ સપાટી, પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને સેક્ટોરલ ટ્રેન્ડ બુલિશ રહેવા સાથે બેન્ક શેર્સમાં મજબૂતાઇ વધી રહી છે.

ટેકનિકલી 43000 પોઇન્ટ ઉપરની સુધારાની ચાલ ઇન્ડેક્સને 43500 સુધી લઇ જઇ શકે છે. સપોર્ટ લેવલ 42750- 42411 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 42874- 43020 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Market lens by: Reliance securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)