NITIE -NSE વચ્ચે શૈક્ષણિક, સંશોધન સહયોગ માટે MOU
અમદાવાદ, 23 જૂનઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) મુંબઈએ ફાઇનાન્સ અને ઈકોનોમિક્સના ક્ષેત્રે શૈક્ષણિક તથા સંશોધનમાં સહયોગ માટે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ MOUમાં ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં અભ્યાસક્રમોની ડિઝાઇન અને વિકાસ દ્વારા ક્ષમતા નિર્માણ, ફિનટેક સહિતના અદ્યતન ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવા અને સેમિનાર, કોન્ફરન્સ તથા સિમ્પોસિયાનું આયોજન કરવા સહિતની પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય પરસ્પરની ક્ષમતાઓનો ઉપયોગ કરીને ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભાઓ ઊભી કરવાનો છે. NSE અને NITIE દેશમાં નાણાંકીય બજાર સંશોધન પરના સાહિત્યમાં યોગદાન આપવા અને સામાન્ય નાણાંકીય બજાર જાગૃતિ અને નીતિની હિમાયતને પ્રોત્સાહન આપવા માટે પણ સામૂહિક રીતે કામ કરશે. 22 જૂન, 2023ને ગુરૂવારના રોજ એનએસઈના હેડક્વાર્ટર્સ ખાતે પ્રો. વિવેકાનંદ ખાનપુરી, ડીન (સ્પોન્સર્ડ રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્સી), NITIE અને ડો. તીર્થંકર પટનાયક, ચીફ ઇકોનોમિસ્ટ, NSEએ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે NSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ તથા NITIEના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું NSE ભારતમાં નાણાંકીય શિક્ષણને વધારવા માટે NITIE સાથે સહયોગ કરીને ખુશ છે જે અર્થતંત્ર, બજારો અને રોકાણકારોને મદદ કરશે.
NITIEના ડિરેક્ટર પ્રો. મનોજ કુમાર તિવારીએ જણાવ્યું હતું આ સહયોગની બૃહદ અસરો ભારતના સતત વિસ્તરતા નાણાંકીય ક્ષેત્રને જરૂરી એવા યોગ્ય પ્રતિભાઓ ઊભી કરવામાં મદદ કરશે. મને વિશ્વાસ છે કે આ જોડાણનું પરિણામ સકારાત્મક અને પરસ્પર લાભદાયી રહેશે.