અમદાવાદ, 26 એપ્રિલઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સ્ટોક બ્રોકર્સને ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલમાં, સ્ટોક બ્રોકર્સ અને ક્લીયરિંગ સભ્યો ગ્રાહકોના ભંડોળને બેંકો પાસે ગીરવે મૂકે છે જે બદલામાં વધુ રકમ માટે ક્લિયરિંગ કોર્પોરેશનોને બેંક ગેરંટી આપે છે. આ ગર્ભિત લાભ બજાર અને ખાસ કરીને ક્લાયન્ટના ભંડોળને જોખમમાં મૂકે છે તેવું એક પરીપત્ર બહાર પાડવા દ્વારા સેબીએ જણાવ્યું છે.

નિયમનકારે જણાવ્યું હતું કે 1 મેથી શરૂ કરીને, સ્ટોક બ્રોકરો દ્વારા ગ્રાહકોના ભંડોળમાંથી કોઈ નવી બેંક ગેરંટી બનાવી શકશે નહિં. ગ્રાહકોના ભંડોળમાંથી મેળવેલી તમામ વર્તમાન બેંક ગેરંટી 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં બંધ કરી દેવી પડશે. જો કે, આ નવું માળખું કોઈપણ સેગમેન્ટમાં સ્ટોક બ્રોકર્સના માલિકીનું ભંડોળ અને ક્લાયન્ટની ક્ષમતામાં ક્લિયરિંગ મેમ્બર સાથે જમા કરાયેલ સ્ટોક બ્રોકર્સના માલિકી ભંડોળ માટે લાગુ પડશે.