મુંબઇ, 18 ડિસેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાનાં સોશિયલ સ્ટોક એક્સચેન્જ (NSE SSE) સેગમેન્ટે SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનાં સૌ પ્રથમ લિસ્ટિંગ દ્વારા ઇતિહાસ રચ્યો હતો. બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (BKC), મુંબઇ ખાતે એનએસઇના વડામથકે આયોજિત આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિક મહાનુભાવો, એનપીઓ, નિયમનકારો અને મિડીયા હાઉસ એકત્ર થયા હતા.

સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર આ પ્રથમ લિસ્ટિંગમાં આશરે રૂ. 1.8 કરોડનું ભંડોળ એકત્ર થયું હતું, જેને કારણે SGBS ઉન્નતિ ફાઉન્ડેશન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવાં વિવિધ રાજ્યોમાં આવેલી સરકારી કોલેજોનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલાં 10,000 જેટલાં વિદ્યાર્થીઓને તાલીમ આપી શકશે.

સેબીના હોલ ટાઇમ મેમ્બર અશ્વની ભાટિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ સ્ટોક એક્સચેન્જ એટલે કે SSE ભારત સરકારની દીર્ઘદ્રષ્ટિ ભરેલી પહેલ છે.

સેબીની સોશિયલ સ્ટોક એક્સચેન્જ એડવાઇઝરી કમિટીના ચેરમેન ડો. આર બાલાસુબ્રમણિયમે જણાવ્યું હતું કે, માત્ર એનપીઓ માટે જ નહીં, નિયમનકારો અને એક્સચેન્જીસ માટે પણ ક્ષમતા નિર્માણ જરૂરી છે. તેમણે પણ સામાજિક ક્ષેત્રને સમજવાની એટલી જ જરૂર છે.

એનએસઇના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, એનએસઇ લિસ્ટેડ કંપનીઓએ છેલ્લાં ત્રણ દાયકામાં બજારમાં સામાન્ય રોકાણકારને ભાગીદાર બનાવીને સંપત્તિ સર્જન, રોજગાર સર્જન અને એકંદર આર્થિક વૃધ્ધિ દ્વારા સામાજિક અસર ઊભી કરી છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ શરૂ થવાની સાથે આ અસર અનેકગણી વધવાની છે. હાલમાં, એનએસઇ એસએસઇ પ્લેટફોર્મ પર 39 રજીસ્ટર્ડ બિન નફાકારક સંસ્થાઓ (એનપીઓ) છે. આગામી સમયમાં બીજી અનેક એનપીઓ એસએસઇ પ્લેટફોર્મ મારફતે ભંડોળ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)