Vedanta Ltd.એ શેરદીઠ રૂ. 11 પેટે બીજુ વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ માઈનિંગ અને મેટલ્સ મેન્યુફેક્ચરિંગની અગ્રણી કંપનીઓ પૈકી વેદાંતા લિ.એ આજે શેરદીઠ રૂ. 11ના દરે બીજુ વચગાળાનું ડિવિડન્ડ જારી કર્યું છે. જે નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે રૂ. 1 પ્રતિ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ પર 100 ટકા છે.
18 ડિસેમ્બરે વેદાંતાનો શેર 1.4 ટકા વધીને રૂ. 260 પર બંધ થયો હતો. તેની સરખામણીમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 168 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 71,315ના સ્તરે હતો. વેદાંતાના એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, વચગાળાના ડિવિડન્ડની કુલ રકમ રૂ. 4,089 કરોડ હતી.
સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર, “ડિવિડન્ડની ચુકવણીના હેતુ માટેની રેકોર્ડ તારીખ 27 ડિસેમ્બર, 2023 હશે અને વચગાળાનું ડિવિડન્ડ કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય રીતે ચૂકવવામાં આવશે.” જુલાઈ 2001થી, વેદાંતા અત્યારસુધીમાં કુલ 41 વખત ડિવિડન્ડ જારી કરી ચૂકી છે. છેલ્લા એક વર્ષમાં વેદાંતાએ શેરદીઠ કુલ રૂ. 51.50 ઇક્વિટી ડિવિડન્ડ પેટે રોકાણકારોને ચૂકવ્યા છે.
વેદાંતા – એક નેચરલ રિસોર્સિગ ગ્રુપ એલ્યુમિનિયમ, ઝીંક-લીડ-સિલ્વર, તેલ અને ગેસ, આયર્ન ઓર, સ્ટીલ, કોપર, પાવર, ફેરો એલોય, નિકલ, સેમિકન્ડક્ટર અને કાચના વ્યવસાયમાં સમાવિષ્ટ છે.
અગાઉ, S&P ગ્લોબલ રેટિંગ્સે વેદાંતા લિમિટેડના પેરન્ટ વેદાંતા રિસોર્સિસના લાંબા ગાળાના ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ અને કંપનીના જાન્યુઆરી 2024, ઓગસ્ટ 2024 અને માર્ચ 2025ના બોન્ડ્સ પરના લાંબા ગાળાના ઇશ્યુ રેટિંગનું રેટિંગ ‘CCC’થી ડાઉનગ્રેડ કર્યું હતું.
ગ્લોબલ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે વેદાંતા પેરેન્ટ્સનું રેટિંગ નકારાત્મક અસરો સાથે ‘ક્રેડિટવોચ’ પર રહ્યું છે. ટ્રાન્ઝેક્શનની ગેરહાજરીમાં પરંપરાગત ડિફોલ્ટની સંભાવના વધારે છે. આ કંપનીની મોટી આગામી ડેટ મેચ્યોરિટીઝ અને આંતરિક રોકડ પ્રવાહ અને બાહ્ય ધિરાણ બંનેની નબળી ઍક્સેસને કારણે છે.
છેલ્લા ત્રણ મહિનામાં વેદાંતાના શેરમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો છે જ્યારે બેન્ચમાર્ક સેન્સેક્સમાં પાંચ ટકાનો વધારો થયો છે.