અમદાવાદ, 25 નવેમ્બરઃ ભારતીયોમાં મોટાપ્રમાણમાં વિદેશી કરન્સીમાં કમાણી કરવાની ઘેલછા છે. ડિજિટાઈઝેશનના યુગમાં આ દેશ તમને વર્ક પરમિટ કે રેસિડેન્શિયલ વિઝા વિના જ કામ કરવાની મંજૂરી આપે છે.

ડેનમાર્કે કેટલાક વિદેશી કામદારો માટે 17 નવેમ્બરના રોજ નવા નિયમો અમલમાં મૂક્યા જે અમુક વિદેશી નાગરિકોને તેની વર્ક પરમિટની જરૂરિયાત વિના ટૂંકા ગાળા માટે કામ કરી વિદેશી કરન્સીમાં કમાણી કરવા સક્ષમ બનાવે છે.

નોકરી મેળવવા ઈચ્છુકો ડેનિશ કંપનીઓ અર્થાત ડેનમાર્કમાં સ્થાપિત કંપનીમાં કામ મેળવી શકે છે. જ્યાં ખાસ કરીને મેનેજમેન્ટ અને તેને લગતાં સેક્ટરમાં કામદારોની માગ વધુ છે.

ઉલ્લેખનીય છે કે, 1 ડેનિશ ક્રોન સામે રૂપિયો 12.23 આસપાસ છે. અર્થાત ભારતીયો ડેનમાર્કની કંપનીમાં કામ કરી 12 ગણું વધુ વેતન મેળવી શકે છે. જેના માટે ડેનિશ કંપની પાસે ઓછામાં ઓછા 50 કર્મચારીઓનું કાર્યબળ હોવુ જરૂરી છે.

ડેનિશ ઇમિગ્રેશન સર્વિસે EU/EEA અથવા નોર્ડિક નાગરિકોને બાદ કરતા વિદેશી નાગરિકોને તેમના પ્રોફેશનલ સેક્ટર અથવા ચોક્કસ સંજોગોના આધારે ફરજિયાત વર્ક પરમિટમાંથી મુક્તિ મળી શકે છે. જેમાં વિદેશી રાજદૂતો અને તેમના પરિવાર, હાઉસહોલ્ડ સ્ટાફ, તેમજ આંતરરાષ્ટ્રીય ટ્રેનો-વાહનો અને ડેનિશ કોમર્શિયલ જહાજોમાં કામ કરી શકે છે.

ગેસ્ટ ટીચર (પાંચ દિવસ સુધી): ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલય અથવા સાંસ્કૃતિક સંસ્થાઓના મંત્રાલય હેઠળ કાર્યરત શિક્ષકો, 180 દિવસની અંદર પાંચ દિવસ સુધીના સમયગાળા માટે શિક્ષણ આપી કમાણી કરી શકે છે, તેમને વર્ક પરમિટની જરૂર રહેશે નહીં..

કલાકારો, સંગીતકારો, કલાકારો અને આવશ્યક સ્ટાફ 14 દિવસથી ઓછા સમય સુધી ચાલતી જાહેર કલાત્મક ઇવેન્ટમાં જરૂરી સહાયક સ્ટાફ સાથે નોંધપાત્ર ભૂમિકા ભજવનારાઓ મુક્તિ માટે પાત્ર બની શકે છે.

બોર્ડના સભ્યો (40 દિવસ સુધી): ડેનમાર્કમાં એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 40 દિવસ સુધી તેમની વ્યાવસાયિક ફરજો બજાવતા બોર્ડ સભ્યોએ વર્ક પરમિટ મેળવવાની જરૂર નથી.

સ્પેશિયલ વર્ક એસાઈનમેન્ટ (90 દિવસ સુધી) ધરાવતા પ્રોફેશનલ્સ: બિઝનેસ ટૂર પર રિસર્ચર, વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ સહિત પ્રોફેશનલ 90 દિવસ સુધી રોકાણ માટે વર્ક પરમિટ વિના ચોક્કસ કાર્યો કરી શકે છે.

જો કે, વિઝાની જરૂરિયાત ધરાવતા દેશોના નાગરિકોને હજુ પણ વિઝિટર વિઝાની જરૂર છે. વધુમાં, કોઈ ચોક્કસ નોકરી માટે વર્ક પરમિટ ધરાવનાર વ્યક્તિઓ પરંતુ કોઈ ચોક્કસ સંસ્થામાં ભણાવવા અથવા બીજી કંપનીમાં કામ કરવા માંગતા હોય તેઓએ સાઇડલાઇન રોજગાર માટે પરમિટ માટે અરજી કરવી આવશ્યક છે.