OUTLOOK: NIFTY SUPPORT 17600- 17550, RESISTANCE 17800- 17850
નિફ્ટી-50 બુધવારે ફ્લેટ પોઝિટિવ નોટ સાથે બંધ રહેવા સાતે 17350ના લેવલને લગભગ ટચ કર્યું છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટ્રેન્ડ મંદીવાળાઓની ફેવર કરે છે. જ્યારે મિડિયમ ટર્મ ટ્રેન્ડ તેજીવાળાઓની. ગુરુવારે મન્થલી ડેરિવેટિવ્સ એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહેશે. જેમાં નિફ્ટી માટે 17800 અને 17500 મહત્વની સપાટીઓ સાબિત થઇ શકે છે. ઓગસ્ટ સિરિઝનો અંત 17650 પોઇન્ટના લેવલ આસપાસ રહે તેવી સંભાવના રિલાયન્સ સિક્યુરિટીઝ દ્રારા વ્યક્ત કરાઇ છે. સકારાત્મક વૈશ્વિક સંકેતો પાછળ બજાર ઊંચુ ખુલે તેવી શક્યતા છે. ઑગસ્ટ મહિના માટે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ આજે પૂરો થઈ રહ્યો હોવાથી ભારતીય બજારોમાં આજે સોદામાં અસ્થિર ચાલ જોવા મળી શકે છે. ગુરુવારે એશિયન શેરો મોટે ભાગે ઊંચા હતા કારણ કે વોલ સ્ટ્રીટ અને વૈશ્વિક બજારો સપ્તાહના અંતે વ્યાજ દરો વિશે યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ તરફથી અપેક્ષિત ભાષણની રાહ જુએ છે. વોલ સ્ટ્રીટ બુધવારે ઊંચા સ્તરે સમાપ્ત થઈ હતી. કામચલાઉ આંકડાઓ મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)/વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ નેટ રૂ.23.19 કરોડના શેર ખરીદ્યા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 24મી ઓગસ્ટ 2022ના રોજ રૂ.322.34 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
NIFTY OUTLOOK AT A GLANCE
Index | Close | S1 | S2 | R1 | R2 |
NIFTY | 17617 | 17600 | 17550 | 17800 | 17850 |
BANKNIFTY | 39075 | 38730 | 38470 | 39780 | 40000 |
(Source: SMC)
NIFTY SNAPSHOT AT A GLANCE
Details | 24-Aug | 23-Aug |
Nifty Spot | 17604.95 | 17577.50 |
Nifty Aug | 17617.25 | 17585.55 |
Nifty Sep | 17699.25 | 17665.55 |
Chg. OI (Aug) (%) | -35.12 | -17.69 |
Chg. OI (Sep) (%) | 33.44 | 42.45 |
50 Day SMA | 16534 | 16497 |
100 Day SMA | 16644 | 16643 |
200 Day SMA | 16984 | 16985 |
(Source: SMC)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)