અમદાવાદ: ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મીશો જોડાનારી ગુજરાતની એમએસએમઇની સંખ્યા વધી છે. ગુજરાતમાંથી છેલ્લાં 12 મહિનામાં 2,000થી વધુ સેલર્સ કરોડપતિ બન્યાં છે, જ્યારે કે 45,000થી વધુ સેલર્સ લખપતિ બન્યાં છે. આ વર્ષે રાજ્યમાંથી ઓનબોર્ડ થનારા સપ્લાયર્સમાં 40 ટકાનો વધારો થયો છે, જેમાંથી 60 ટકાએ મીશો સાથે તેમની ઇ-કોમર્સ સફર શરૂ કરી છે. ગુજરાતમાં ખરીદદારો દ્વારા પસંદ કરાતી ટોચની પ્રોડક્ટ્સમાં બ્લુટુથ હેડફોન અને ઇયરફોન, લહેંગા ચોલી, સ્માર્ટ વોચ, એક્સટેન્શન બોર્ડ્સ અને કોટન બેડશીટ સામેલ છે. વર્ષ 2022માં ભારતે કેવી રીતે ખરીદી કરી છે, તેની મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ નીચે મૂજબ છે.

ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઝિરો કમીશન મોડલને કારણે વર્ષ 2022માં અમારા સેલર્સે રૂ. 3,700 કરોડની બચત કરી છે.

વર્ષ 2022માં મીશોએ 500,000 સપ્લાયર્સ ઓન-બોર્ડ કર્યાં છે, જેમાંથી 61 ટકા ન્યુ-ટુ-ઇ-કોમર્સ છે અને પહેલીવાર ઓનલાઇન વેચાણ કરી રહ્યાં છે.

વર્ષ 2022માં ભારતીયોએ રવિવારે સૌથી વધુ ઓનલાઇન શોપિંગ પણ કરી છે. ગત વર્ષે ભારતીયોએ બુધવારે સૌથી વધુ ઓનલાઇન ખરીદી કરી હતી.

વર્ષ 2022માં સૌથી વધુ સર્ચ કરાયેલી પ્રોડક્ટમાં ‘સ્માર્ટવોચ’ બીજા ક્રમે હતી, જે સૂચવે છે કે ભારતીયો શારીરિક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યાં છે.

ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ તરફ પુરુષોનું આકર્ષણ વધી રહ્યું છે, જેમાં 60 ટકાથી વધુ ઓર્ડર્સ ટિયર 4 માર્કેટ્સમાંથી આવે છે.

ટિયર 2 શહેરોમાંથી સેનેટરી નેપ્કિનના ઓર્ડર્સમાં 9 ગણો વધારો થયો છે, જે સૂચવે છે કે કેવી રીતે ઇ-કોમર્સ ભારતમાં લાખો મહિલાઓ સુધી પહોંચ વધારી રહ્યું છે.

દર મિનિટે 148 સાડીઓના વેચાણ તથા દેશભરમાંથી માગને જોતાં વસ્ત્રો પ્રત્યે ભારતીયોનો પ્રેમ સતત વધી રહ્યો છે.