આદિ જૈન, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020એ તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા સુધારવા પર સ્પષ્ટ ફૉકસ આપવાની સાથે ભારતના શૈક્ષણિક પરિદ્રશ્યમાં આમૂલ પરિવર્તન લાવવાનો માર્ગ મોકળો કરી દીધો છે, જેમાં મલ્ટિ-ડિસિપ્લિનરી, બહુભાષાવાદ, જીવનના કૌશલ્યો શીખવા તથા સર્જનાત્મક અને જટિલ વિચારણા પર નવેસરથી ધ્યાન આપવાની સાથે વ્યક્તિના સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના શિક્ષણ સુધીની સમાન પહોંચ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

આ લક્ષ્યને હાંસલ કરવા માટે ટેકનોલોજી શીખવા અને શીખવવાની પદ્ધતિને સુધારીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે નવા શિક્ષણશાસ્ત્રને રજૂ કરીને, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ) દ્વારા સંચાલિત શૈક્ષણિક મોડેલો રજૂ કરીને તથા સૌ કોઇને ન્યાયી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડીને ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. નીતિગત હસ્તક્ષેપો મારફતે ફિનટૅક અને એડટૅક ઇનિશિયેટિવ્સનું જોડાણ કરવાથી છેવાડાની વ્યક્તિ સુધી શિક્ષણને સુલભ બનાવવા માટે મૂડીગત સહાય પૂરી પાડવાનું લાંબા સમય સુધી શક્ય બની શકશે.

આગામી કેન્દ્રીય બજેટ 2024-2025માં સરકાર ટેકનોલોજી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરમાળખાંને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે, જેથી કરીને ઇચ્છિત પરિવર્તન લાવવા માટે ઘણી બધી એડટૅક પહેલનો લાભ ઉઠાવી શકાય.

ઉદ્યોગજગત છેલ્લાં ઘણાં સમયથી કુશળ શ્રમિકો ઉપલબ્ધ નહીં હોવા અંગે પોતાનો અવાજ ઉઠાવી રહ્યું છે, જે ઉદ્યોગજગત અને શિક્ષણજગતની વચ્ચે રહેલા અંતરાલને તાત્કાલિક ધોરણે દૂર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. આ ઉપરાંત, સરકાર નીતિગત પહેલની સાથે પણ આગળ આવી શકે છે તથા ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓની વચ્ચે કૌશલ્યવિકાસ પર ચોક્કસપણે કેન્દ્રીત હોય તેવા અર્થપૂર્ણ સહકારને શક્ય બનાવી શકે છે.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી એ ભારતમાં પ્રથમ યુનિવર્સિટી છે, જે સ્ટાર્ટઅપ્સને પોષવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વમાં ટોચ પર હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે, ત્યારે ઘણાં એવા પાસાંઓ છે, જેમાં સરકારે ટેકો પૂરો પાડવાની જરૂર છે, જેથી કરીને સ્ટાર્ટઅપ્સ વિકસી શકે અને ટકી શકે. ઘણાં સ્ટાર્ટઅપ્સે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફન્ડ સ્કીમનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે પરંતુ આવા સ્ટાર્ટઅપ્સની વિકાસયાત્રાના વિવિધ તબક્કાઓમાં તેમને કાયમી સપોર્ટ મળતો રહે તેની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. અમને આશા છે કે, કર સંબંધિત વિનિયમોને સુવ્યવસ્થિત કરવામાં આવશે, નિયામકીય જરૂરિયાતોને સરળ બનાવવામાં આવશે અને સ્ટાર્ટઅપ્સના વિકાસને વેગવંતો બનાવવામાં મદદરૂપ થવા નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)