ઈન્ફિનિક્સે 12 જીબી+256 જીબી સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કર્યો
અમદાવાદ, 7 ઓગસ્ટ: ઈન્ફિનિક્સે તેના નવીનતમ સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવો નોટ 40એક્સ 5જી 9 ઓગસ્ટથી રૂ.14,999ની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં બેંક ઑફર્સ પણ સામેલ છે.
તેની શ્રેણીમાં નવો બેન્ચમાર્ક સેટ કરીને, નોટ 40એક્સ 5જી બે અભૂતપૂર્વ મેમરી કન્ફિગરેશન રજૂ કરે છે: 8જીબી+256જીબી અને 12જીબી+256જીબી, જે બંને યુએફએસ 2.2 સ્ટોરેજ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
ડિવાઇઝમાં 108એમપી ટ્રિપલ એઆઇ કેમેરા સેટઅપ છે,
નોટ 40એક્સ 5જી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે વિસ્તૃત 6.78″ એફએચડી+ડિસ્પ્લે ધરાવે છે,
ત્રણ રંગો – પામ બ્લુ, સ્ટારલીટ બ્લેક અને લાઇમ ગ્રીનમાં ઉપલબ્ધ – નોટ 40એક્સ 5જીમાં પ્રીમિયમ ગ્રેડિયન્ટ બેક ડિઝાઇન છે, ડિવાઇઝ એક મજબૂત 5000એમએએચ બેટરી દ્વારા સંચાલિત છે
નોટ 40એક્સ 5જી લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે ઈન્ફિનિક્સના એક્સઓએસ 14 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે.
આજના ઝડપી વિશ્વ સાથે ઉપયોગકર્તાઓને જોડી રાખવા માટે નોટ 40એક્સ 5જીમાં મલ્ટી-ફંક્શનલ એનએફસી ક્ષમતાઓ સામેલ છે, જે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ સક્ષમ કરવા, સુસંગત ઉપકરણો સાથે ઝડપી જોડી અને સરળ ડેટા શેરિંગને સક્ષમ બનાવે છે.
ત્રણ ડાયનેમિક ગ્રેડિયન્ટ કલર્સ- પામ બ્લુ, લાઈમ ગ્રીન અને સ્ટારલીટ બ્લેકમાં પ્રીમિયમ ડિઝાઈન સાથે, ઈન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી સ્માર્ટફોન બે મેમરી વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે- 12જીબી+256જીબીની કિંમત રૂ.14,999 છે, જેમાં રૂ.1000 કેશ બેક શામેલ છે અને 8જીબી+256જીબીની કિંમત રૂ.13,499 છે, જેમાં રૂ.1500 કેશ બેક શામેલ છે – આ બંને માત્ર પસંદગીની બેંકો પાસે જ ઉપલબ્ધ છે, જે તેની અસાધારણ સર્વાંગી મનોરંજન ક્ષમતાઓ માટે અજેય મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરે છે. બેંક ઇએમઆઈ, બજાજ ફાઇનાન્સ, ટીવીએસ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ અને પાઈન લેબ્સ દ્વારા સરળ ધિરાણ વિકલ્પો ઉપલબ્ધ છે.