નવી દિલ્હીઃ FMCG ક્ષેત્રની દિગ્ગજ કંપની Nestle Indiaએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરીણામો અનુસાર ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 66 ટકા વધીને રૂ. 628 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 379 કરોડ હતો. કંપનીએ શેરદીઠ રૂ. 75નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આવકો ગતવર્ષની રૂ. 3,715 કરોડ સામે 14 ટકા વધીને રૂ. 4,257 કરોડ થઈ છે. Nestle Indiaના સીએમડી સુરેશ નારાયણને પરીણામો અંગે બોલતાં જણાવ્યું હતું કે, અમે સતત વોલ્યુમ અને મિક્સ-આગેવાની વૃદ્ધિની આગેવાની હેઠળ એક દાયકામાં અમારી સર્વોચ્ચ ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવ્યો છે, જે મજબૂત મૂલ્ય વૃદ્ધિ તરફ દોરી જાય છે. 2022માં કુલ, વેચાણમાં 14.5% અને સ્થાનિક વેચાણમાં 14.8% નો વધારો થયો છે.

શેરદીઠ રૂ. 75 ડિવિડન્ડ જાહેર

Nestle Indiaના બોર્ડે શેરદીઠ રૂ. 75ના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો અને ડિવિડન્ડ જાહેર કર્યા બાદ Nestle Indiaના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. 2022ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન, કંપનીનું વેચાણ 14 ટકા વધીને રૂ. 4,233 કરોડ થયું છે. Nestle Indiaએ રૂ. 973 કરોડનો EBITDA નોંધાવ્યો છે. જે 2021ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 851 કરોડ રૂપિયા કરતાં 14 ટકા વધુ છે.

શેર 2.80 ટકા ઉછળી રૂ. 19800

Nestle Indiaનો શેર ઇન્ટ્રા-ડે 2.79 ટકા વધીને રૂ. 19,799.85 પર પહોંચ્યો હતો. છેલ્લે રૂ. 316.25 (1.64 ટકા)ના ઉછાળા સાથે રૂ. 19562.05ની સપાટીએ બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ સત્રમાં શેરમાં લગભગ 4.21 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 8.23 ટકાનો વધારો થયો છે.