275 કરોડ રૂપિયાના 50 ટ્રાન્ઝેક્શન થયા, બિટકોઈનની જગ્યા લેશે સીબીડીસી

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારથી ડિજિટલ કરન્સી સીબીડીસીની(CBDC) શરૂઆત કરી હતી. પહેલા દિવસે અનેક બેન્કોએ સીબીડીસી વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડ સાથે જોડાયેલા આશરે 50 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ ટ્રાન્ઝેક્શનની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), બેન્ક ઓફ બરોડા (B0B), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) અને આઈડીએફસી બેન્કે (IDFC Bank) સરકારી બોન્ડના સેટલમેન્ટ માટે સીબીડીસીનો સૌપ્રથમવાર ઉપયોગ કર્યો હતો.
આરબીઆઈએ મંગળવારથી પોતાની ડિજિટલ કરન્સી-ડિજિટલ રૂપી (હોલસેલ સેગમેન્ટ)નો પહેલુ પાયલટ પરીક્ષણ શરૂ કર્યું હતું જેમાં, કુલ નવ જેટલી બેન્કોએ ભાગ લીધો હતો. હાલમાં માત્ર હોલસેલ સેગમેન્ટ માટે જ આ સોદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડિજિટલ રૂપીને રિટેલ સેગમેન્ટ માટે પણ જારી કરશે.
સીબીડીસીના પાયલટ પરીક્ષણમાં ભાગ લેવા માટે ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યસ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને એચએસબીસીને પસંદ કરવામાં આવી હતી.
સીબીડીસીનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. e-RUPIને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ નાણા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ સત્તામંડળ સાથે મળીને બનાવવામાં આવ્યું છે.

ડિજિટલ કરન્સીના ફાયદા

દેશમાં આરબીઆઇની ડિજિટલ કરન્સી (E-Rupee) આવ્યા બાદ તમારે કેશ રાખવાની જરૂર નહી પડે

તેને તમે તમારા મોબાઇલ વોલેટમાં રાખી શકશો અને આ ડિજિટલ કરન્સીના સર્કુલેશન પર સંપૂર્ણૅપણે રિઝર્વ બેંકનો કંટ્રોલ રહેશે

ડિજિટલ કરન્સી આવતાં સરકાર સાથે સામાન્ય લોકો અને બિઝનેસ માટે લેણદેણનો ખર્ચ ઓછો થઇ જશે