• રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે તેવી સંભાવના તથા વિદેશી રોકાણકારોની વેચવાલી
  • ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 47 પૈસા ઘટ્યો

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીની બેઠક શરૂ થઇ છે જેમાં વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવે તેવી અટકળો, વૈશ્વિક બજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ તથા વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીથી બેન્કિંગ-ફાઇનાન્સ શેર્સ ઘટતા શેરબજારમાં નિરૂત્સાહી વલણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 566.09 પોઈન્ટ ઘટીને 59610.41 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 149.75 પોઈન્ટના ઘટાડા સાથે 17807.65 પર રહ્યો હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ માર્ચ માસમાં પોઝિટીવ રહ્યો છે પરંતુ ઉત્પાદન ખર્ચ 11 વર્ષની ઉંચાઇએ પહોંચ્યું હોવાથી માર્કેટમાં નેગેટિવ ટ્રેન્ડ સર્જ્યો છે. ઇનપૂટ કોસ્ટ કંપનીઓની સતત વધી રહી છે જેની અસર જોવા મળી શકે છે. વિદેશી રોકાણકારો દ્વારા ફરી આક્રમક 2280 કરોડની વેચવાલી નોંધાઇ હતી. આ ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ઝડપી 47 પૈસા ઘટી 75.76 બંધ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંધવારીને કાબુમાં લેવા માટે ફેડરલ રિઝર્વ પણ તેની બેઠકમાં વ્યાજદરમાં વધુ 0.25 ટકાનો વધારો આપશે તેવા અહેવાલ અને રિઝર્વ બેન્ક પણ ચાલી રહેલી બેઠકમાં વ્યાજવધારશે તેવા અહેવાલે બજારમાં ઘટાડો આવ્યો છે. સેન્સેક્સ પેકમાં HDFC બેંક, HDFC, HCL ટેક્નોલોજીસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ ત્રણ ટકા સુધી ઘટ્યાં હતા. જ્યારે એનટીપીસી,તાતા સ્ટીલ, પાવર ગ્રીડ, ભારતી એરટેલ, નેસ્લે વધીને બંધ રહ્યાં છે.

માર્કેટબ્રેડ્થ પોઝિટીવ પણ ટ્રેન્ડ નેગેટિવ
 બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3512 પૈકી 2163 સ્ક્રીપ્સમાં સુધારો અને 1250 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી ભર્યું રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં 10 સ્ક્રિપ્સ વધી હતી. 183 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 9 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 8 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 6માં નીચલી સર્કિટ જોવા મળી હતી.

રૂચી સોયામાં 14 ટકાનું ગાબડું

રૂચીસોયાના રૂ.4300 કરોડનો એફપીઓ શુક્રવારે લિસ્ટીંગ થશે. એફપીઓ એલોટમેન્ટ બાદથી શેર્સ 14 ટકાથી વધુ તૂટ્યો છે. એફપીઓ બાબતે સેબીએ કંપનીને ઇશ્યુ પ્રાઇઝ મુદ્દે ટકોર કરી હતી. કંપનીએ 615 થી 650ની પ્રાઇઝ બેન્ડ સામે શેર બીએસઇ ખાતે 13.79 ટકા 754.75 રહ્યો છે. ઇન્ટ્રા-ડે ખાતે શેર્સ 19.35 ટકા તૂટી રૂ.700ની નજીક 706 સુધી પહોંચ્યો હતો. દિવસ દરમિયાન BSE પર 12.39 લાખ શેર અને NSE પર 1.31 કરોડથી વધુ શેરનું ટ્રેડિંગ થયું હતું. સેબીએ રૂચી સોયાના રોકાણકારોને તેમની બિડ પાછી ખેંચવાનો વિકલ્પ આપવાનો નિર્દેશ આપ્યા બાદ એફપીઓ રોકાણકારો દ્વારા સરેરાશ 97 લાખ બિડ પાછી ખેંચી લેવામાં આવી હતી.

એચડીએફસી ટ્વીન્સમાં કડાકો

વિગત                     બંધ                 +/-

HDFC બેન્ક        1550.80           -3.51%

HDFC              2536.50           -3.26%

HCL ટેક           1170.80           -2.07%

NTPC                     153.05             2.61%

તાતા સ્ટીલ         1371.00           1.94%