અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવાઓના બિઝનેસને અલગ કરવાની અને તેને એક અલગ એન્ટિટી બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તેને ફાઇનાન્શિયલ સર્વિસિસ સંબંધિત બિઝનેસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે. કંપનીનો ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ હાલમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના નામથી ચાલી રહ્યો છે અને તેને ડિમર્જ કરીને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના નામથી અલગ કંપની તરીકે સ્થાપિત કરવામાં આવશે.

રિલાયન્સના કુલ ટર્નઓવરમાં હિસ્સો 0.3 ટકા

31 માર્ચ, 2022ના રોજ ઉપલબ્ધ ડેટા મુજબ, નાણાકીય સેવાઓના બિઝનેસનું ટર્નઓવર રૂ. 1,387 કરોડ હતું. આ RILના કુલ ટર્નઓવરના 0.3 ટકા જેટલું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે, તે શેર-સ્વેપ વ્યવસ્થા હેઠળ ડિમર્જર હશે અને તેમાં કોઈ રોકડ હશે નહીં. RILના શેરધારકોને દરેક શેર માટે Jio ફાઈનાન્સિયલ સર્વિસનો એક શેર મળશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડમાં RILનું રોકાણ Jio ફાઈનાન્સિયલ સર્વિસિસમાં ટ્રાન્સફર કરવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ RILના ફાઇનાન્સિયલ સર્વિસીસ અન્ડરટેકિંગ હેઠળ આવે છે.

Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ ગ્રાહકો અને વેપારીઓને જરૂરી નિયમનકારી મૂડી પ્રદાન કરવા માટે લિક્વિડ એસેટ્સ હસ્તગત કરશે. પર્યાપ્ત મૂડીની ઉપલબ્ધતા વીમા, ચુકવણીઓ, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સેવાઓના વર્ટિકલ્સને ઓછામાં ઓછા આગામી ત્રણ વર્ષ સુધી વૃદ્ધિ કરવામાં મદદ કરશે.

તેની પાસે મેઈન બિઝનેસ માટે રેગ્યુલેટરી લાયસન્સ છે. Jio Financial Services પરંપરાગત ક્રેડિટ બ્યુરો આધારિત અંડરરાઈટિંગ માટે ગ્રાહક અને વેપારી ધિરાણ વ્યવસાય શરૂ કરવાની યોજના ધરાવે છે.