અમદાવાદ, 1 ઓગસ્ટઃ રુબિકોન રિસર્ચ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુબિકોન રિસર્ચ એક ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન કંપની છે, જે કેન્દ્રિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઇનોવેશન દ્વારા સંચાલિત છે તેમજ વિશેષ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના રેગ્યુલેટેડ માર્કેટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ અને ડ્રગ-ડિવાઇસ કોમ્બિનેશનનો પોર્ટફોલિયો વધારી રહી છે. પિઅર સેટ (એફએન્ડએસ અને કંપની દ્વારા મૂલ્યાંકન કરાયેલી છ લિસ્ટેડ કંપનીઓ)ના આધારે રુબિકોન રિસર્ચ રેગ્યુલેટેડ માર્કેટ્સ ઉપર સંપૂર્ણ ફોકસ ધરાવતી એકમાત્ર ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે.

કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)માં રૂ. 5,000 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, જનરલ એટલાન્ટિક સિંગાપોર આરઆર પીટીઇ લિમિટેડ દ્વારા રૂ. 5,850 મિલિયન સુધીનો ઓફર ફોર સેલ સામેલ છે.

કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેના દ્વારા અજાણ્યા હસ્તાંતરણ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિને ભંડોળ આપવા કેટલાંક બાકીના ઋણનો સંપૂર્ણ અથવા આંશિક હિસ્સાના પ્રીપેમેન્ટ અથવા શિડ્યુલ્ડ રિપેમેન્ટ તથા બીજી વ્યૂહાત્મક પહેલો અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે. વેચાણ માટેની ઓફરમાંથી મળેલી આવક સેલિંગ શેરગોલ્ડર, જનરલ એટલાન્ટિક સિંગાપોર આરઆર પીટીઇ લિમિટેડ દ્વારા પ્રાપ્ત થશે.

એક્સિસ કેપિટલ, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)