• તહેવારની સિઝનની ઉજવણી કરવા એસબીઆઈએ એના હોમ લોનના ગ્રાહકો માટે વિવિધ ઓફરની જાહેરાત કરી
  • લોન પર 0.25 ટકાનું કન્સેશન ઓફર કર્યું, જેથી પ્રારંભિક વ્યાજદર @ 8.40%
  • બેન્કે 31 જાન્યુઆરી, 2023 સુધી હોમ લોન્સ પર પ્રોસેસિંગ ફી માફ કરી

મુંબઈ

ભારતની સૌથી મોટી હોમ લોન પ્રદાતા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોન સેગમેન્ટમાં 6 લાખ કરોડની એયુએમ (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) હાંસિલ કરનારી દેશની પ્રથમ બેન્ક બની છે. આ સીમાચિહ્નની ઉજવણી કરવા અને તહેવારોને આવકારવા એસબીઆઈએ એના હોમ લોન ગ્રાહકો માટે ફેસ્ટિવ બોનન્ઝાની જાહેરાત કરી છે. એસબીઆઈ જાન્યુઆરી, 2021માં રૂ. 5 લાખ કરોડની એયુએમ ધરાવતી હતી.

ચેરમેન દિનેશ ખારાએ આ અંગે જણાવ્યુ હતું કે, “એસબીઆઈએ હોમ ફાઇનાન્સમાં લીડર તરીકે દરેક ભારતીયને ઘરનું સ્વપ્ન સાકાર કરવા સક્ષમ બનાવવાની જવાબદારી લીધી છે. અમે 28 લાખથી વધારે પરિવારો ધરાવતા અમારા ગ્રાહકોના આભારી છીએ, જેઓ અમારી ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે અને તેમની ઘરના માલિક બનવાની સફરમાં પાર્ટનર તરીકે અમારી પસંદગી કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં શ્રેણીબદ્ધ પ્રોસેસ અને ડિજિટલ પહેલોએ રૂ. 6 લાખ કરોડની એયુએમ હાંસિલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

એસબીઆઈનો ઉદ્દેશ ચાલુ તહેવારની સિઝનમાં તમામ સંભવિત ગ્રાહકો માટે વાજબી હોમ લોન આપવાનો છે. ફેસ્ટિવ બોનન્ઝાના ભાગરૂપે એસબીઆઈ હોમ લોન પર 0.25 ટકા સુધી, ટોપ અપ લોન્સ પર 0.15 ટકા સુધી અને પ્રોપર્ટી સામે લોન પર 0.30 ટકા સુધી કન્સેશન ઓફ કરશે. બેન્કે 31 જાન્યુઆરી, 2023 સુધી હોમ લોન્સ પર પ્રોસેસિંગ ફી માફ કરીને આ ઓફરને વધારે લાભદાયક બનાવી છે.

નવી હોમ લોન્સ તેમજ ટેકઓવર્સના ગ્રાહકો માટે વ્યાજદર 8.40 ટકાથી શરૂ થાય છે તથા ફર્નિશિંગ્સ/રિનોવેશન/હોમ મેકઓવરની શરૂઆત ટોપ-અપ લોન્સ 8.80 ટકા થી શરૂ થાય છે.