ગુરૂગ્રામ, 19 ઓક્ટોબર: SEMBCORP ઇન્ડસ્ટ્રીઝ (SEMBCORP)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડે (GIWEL) મધ્ય પ્રદેશના શાજાપુરમાં તેના સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ માટે SMX બેસ્ટ CSR ઇમ્પેક્ટ એવોર્ડ મેળવ્યો છે. આ પ્રોજેક્ટના માધ્યમથી સ્થાનિક ખેડૂતોએ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવી અને તેમની આવકમાં લગભગ 25થી 30 ટકાનો વધારો કર્યો. આ એવોર્ડ ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (GIWEL)ને SMX CSR લીડરશિપ સમિટ એન્ડ એવોર્ડ્સ 2023માં એનાયત કરવામાં આવ્યો હતો. એચએસએસઈ અને CSRના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ સંજીવ કુમાર અને SEMBCORP ઈન્ડિયાના ઈન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ સૌરવ દાસને એનાયત કરવામાં આવ્યો હતો.

SEMBCORPની પહેલે શાજાપુરમાં 530થી વધુ પરિવારોની આજીવિકા પર સકારાત્મક અસર પેદા કરી છે. સ્થાનિક ખેડૂતો, યુવાનો અને મહિલાઓને ટકાઉ કૃષિ પદ્ધતિઓ, શૈક્ષણિક કાર્યક્રમો અને કૌશલ્ય વિકાસ તાલીમનો લાભ મળ્યો છે. વિવિધ સ્થાનિક હિતધારક જૂથોના સાથ સહકારના માધ્યમ થકી કંપની સામુદાયિક પહેલ પર કામ કરે છે, જે તેના સંચાલન ક્ષેત્રોમાં અને તેની આસપાસના સમુદાયો પર સકારાત્મક અસર લાવે છે. ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ ભારતમાં અગ્રણી રિન્યુએબલ પાવર ઉત્પાદક છે, જે અઢાર રાજ્યોમાં ઉપસ્થિતિ સાથે 3 ગીગાવોટ કરતાં વધુ પવન અને સૌર અસ્કયામતો (વિકાસ હેઠળની અસ્કયામતો સહિત)નો પોર્ટફોલિયો ધરાવે છે.