• બીએસઇ માર્કેટકેપમાં એક દિવસીય રૂ. 5 લાખ કરોડની વૃદ્ધિ
  • ઇન્ડસઇન્ડ બૅન્ક અને અદાણી પોર્ટ્સમાં સૌથી મોટો ઉછાળો

અમદાવાદઃ મંગળવારે સેન્સેક્સ 1,276.66 પોઈન્ટ (2.25 ટકા)ના બાઉન્સબેક સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 58,065.47ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 386.95 પોઈન્ટ્સ (2.29 ટકા)ના સુધારા સાથે 17200 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 17,274.30 પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. જેના કારણે બીએસઇ માર્કેટકેપમાં રૂ. 5.66 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઇ હતી.

તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં સુધારો નોંધાયો

ઓટો, બેન્ક, મેટલ, આઈટી, પાવર અને રિયલ એસ્ટેટ સેક્ટરના ઈન્ડેક્સમાં 2-3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

નિફ્ટી-50ના આ શેર્સમાં નોંધાયો સુધારો

NSE નિફ્ટી પર, ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં મંગળવારે સૌથી વધુ 5.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ્સના શેર 5.21 ટકા, બજાજ ફાઇનાન્સના શેર 4.30 ટકા, કોલ ઇન્ડિયાના શેર 4.07 ટકા અને TCSના શેર 3.75 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 35 પૈસા મજબૂત

મંગળવારે અમેરિકન ડોલર સામે રૂપિયો મજબૂત થયો હતો. મંગળવારે કરન્સી માર્કેટમાં રૂપિયો યુએસ ડોલર સામે 35 પૈસા મજબૂત થઈને 81.52 પર બંધ થયો હતો. પાછલા સત્રમાં તે 81.87ના સ્તરે બંધ રહ્યો હતો.

શેરબજારમાં સુધારાના મુખ્ય કારણો

  • દિવાળીના તહેવારોની મજબૂત માગ રહેવાની ધારણા
  • Q-2 કોર્પોરેટ પરીણામો પ્રોત્સાહક રહેવાનો આશાવાદ
  • આઈટી સેક્ટરના શેર્સ માટે આશાનું કિરણ બન્યો હતો.

બીએસઇ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

કુલ ટ્રેડેડસુધર્યાઘટ્યા
35642572 (72.17%)874 (24.52%)

Sensex પેકની સ્થિતિ

Total 30advance 27declined 3

બીએસઇ ટોપ-5 ગેઇનર્સ એટ એ ગ્લાન્સ

SecurityLTP (₹)Change% Ch.
ANGELONE1,532.80+168.55+12.35
M&MFIN200.35+20.80+11.58
APARINDS1,431.45+145.35+11.30
VAKRANGEE38.85+3.30+9.28
APTECHT254.95+20.80+8.88

બીએસઇ ટોપ-5 લૂઝર્સ એટ એ ગ્લાન્સ

SecurityLTP (₹)Change% Change
EPL167.75-4.40-2.56
KANSAINER484.60-8.05-1.63
VIPIND702.85-11.15-1.56
GSPL223.35-3.55-1.56
AHLUCONT420.15-6.60-1.55