3 દિવસમાં સેન્સેક્સે 1730 પોઇન્ટ અને રોકાણકારોએ રૂ. 7.09 લાખ કરોડ ગુમાવ્યા

  • સુધારાનું સૂરસૂરિયું, સેન્સેક્સે 60000/59000ની મહત્વની સપાટી ગુમાવી
  • આઇટી ઇન્ડેક્સ એક વર્ષમાં 7000 પોઇન્ટ તૂટી 27317 પોઇન્ટની સપાટી

બીએસઇ સેન્સેક્સે તા 12 સપ્ટેમ્બરથી તા. 14 સપ્ટેમ્બર દરમિયાન સળંગ 3 દિવસ માટે 60000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખી હતી. પરંતુ છેલ્લા 3 દિવસમાં 1730 પોઇન્ટનો કડાકો નોંધાવવા સાથે બીએસઇના માર્કેટકેપમાં રૂ. 7.09 લાખ કરોડનું ધોવાણ થવા સાથે માર્કેટકેપ રૂ. 279.69 લાખ કરોડની સપાટીએ બેસી ગયું છે. એક તો સેન્સેક્સે 60000, ત્યારબાદ 59000 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટીઓ ગુમાવી હોવાથી માર્કેટમાં ફરી ચણભણાટ શરૂ થયો છે કે, છેલ્લા કરેક્શનમાં 16 ટકા ઘટેલો સેન્સેક્સ આ વખતે તો 20 ટકાથી પણ વધુ કરેક્શન નોંધાવે તેવી શક્યતા છે.

સેન્સેક્સ શુક્રવારે વધુ 1093.22 પોઇન્ટના ઘટાડા સાથે 58840.79 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 346.55 પોઇન્ટના ઘસારા સાથે 17530.85 પોઇન્ટ બંધ રહ્યો હતો.

SENSEX CRASHED 1730 POINTS IN 3 DAYS, MCAP LOST Rs. 7.09 TRILLION

DateOpenHighLowClose
9/09/202260,04660,12059,63459,793
12/09/202259,91260,28559,91260,115
13/09/202260,40860,63560,38160,571
14/09/202259,41760,64959,41760,347
15/09/202260,45460,67659,86659,934
16/09/202259,58659,72158,68758,841

* શેરબજારમાં સતત ઘટાડા માટે જવાબદાર મુખ્ય પાંચ પરીબળો એક નજરે

1. શેર્સમાં સતત ઘટી રહેલું આકર્ષણ

આઇટી શેર્સમાં ફેન્સી ઘટવાના પગલે વિદેશી સંસ્થાઓ તેમજ રોકાણકારોનું હેવી સેલિંગ પ્રેશર રહેતાં ટોચની 10 આઇટી કંપનીઓના શેર્સમાં 40 ટકા સુધીના ગાબડાં નોંધાયા છે. તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર પડી છે. ગોલ્ડમેન સાશ સહિતની ઇસ્ટિટ્યુટ્સ હજી પણ ઘટાડાની શક્યતા જોઇ રહ્યા હોવાથી આઇટી શેર્સમાં સતત ચોથા દિવસે કડાકાની સ્થિતિ રહી હતી.

IT INDEX YERALY PERFORMANCE

Openhighlowlastytd+/-
34,317387132682727,31-7000
  • ઇન્ડિયન ઇકોનોમિ ગ્રોથ અંદાજમાં ઘટાડો

સંખ્યાબંધ રેટિંગ એજન્સીઓ ભારતના આર્થિક વિકાસદરમાં ઘટાડાનો અંદાજ વ્યક્ત કરી રહી છે. જૂન ક્વાર્ટરમાં પણ જીડીપી ડેટા નિરાશાજનક રહ્યા છે.ફીચ રેટિંગે ગ્રોથ રેટ 7.8 ટકાથી ઘટાડી 7 ટકા અંદાજદ મૂક્યો છે. મૂડીઝે પણ અંદાજ 8.8 ટકાથી ઘટાડી 7.7 ટકા કર્યો છે. તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર જોવા મળી રહી છે.

  • ફેડ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટ્સમાં હજી વધારો કરે તેવી શક્યતા

યુએસમાં ધારણા કરતાં પણ ઊંચા ફુગાવાના કારણે નિષ્ણાતો એવી ધારણા મૂકી રહ્યા છે કે, યુએસ ફેડ રિઝર્વ આગામી પોલિસીમાં 100 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવી શક્યતા છે.

  • આરબીઆઇ પણ 50 બીપીએસ વધારો કરે તેવી વકી

ઓગસ્ટમાં ફુગાવો 7 ટકાની સપાટી ક્રોસ કરવા સાથે ઘરઆંગણે આરબીઆઇ પણ વ્યાજદરોમાં 50 બીપીએસ વધારો કરે તેવી દહેશત સેવાઇ રહી છે.

  • ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝની કિંમતમાં અસહ્ય વધારો

ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝની કિંમતમાં અડધાથી એક ટકાનો વધારો થવાના કારણે તેની સીધી અસર કંપનીઓના માર્જિન્સ ઉપર પડવાની પણ દહેશત સેવાઇ રહી છે. ખાસ કરીને નકીલ, એલ્યુમિનિયમ, ઝીંક, કોપર અને લિડની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.