કંપનીએ સેબીમાં DRHP ફાઇલ કર્યું, GLAND PHARMA પછીનો બીજો મોટો ડ્રગ કંપનીનો IPO

અમદાવાદઃ મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ રૂ. 5500 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“DRHP”) દાખલ કર્યું છે. જેમાં કંપનીના પ્રમોટર્સ અને હાલના રોકાણકારો સહિત વિક્રેતા શેરધારકો દ્વારા 40,058,884 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. તેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 1 છે. નાણાકીય વર્ષ 2021-22માં વેચાણના વોલ્યુમની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી અને સ્થાનિક વેચાણની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની વિવિધ તીવ્ર અને લાંબા ગાળાની સારવારમાં વિવિધ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની રેન્જ તેમજ કેટલાંક કન્ઝ્યુમર હેલ્થકેર ઉત્પાદનો વિકસાવે છે, એનું ઉત્પાદન કરે છે અને માર્કેટિંગ કરે છે.

વેચાણ ઓફરમાં કોનો કેટલો હશે હિસ્સો

શેર્સ વેચનારઇક્વિટી શેર્સ
રમેશ જૂનેજા3,705,443
રાજીવ જૂનેજા3,505,149
શીતલ અરોરા2,804,119
કેઇર્નહિલ સીઆઇપીઇએફ17,405,559
કેઇર્નહિલ સીજીપીઇ2,623,863
બીજ લિમટેડ9,964,711
લિન્ક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ50,000

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ

કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ, જેફરીઝ ઇન્ડિયા અને જે પી મોર્ગનનો સમાવેશ થાય છે.

કંપનીની નાણાકીય સ્થિતિ એક નજરે

કંપની સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરિણામે ભારતમાં કામગીરીમાંથી એની આવક એની કુલ આવકમાં નાણાકીય વર્ષ 2021-22માં 97.60 ટકા હિસ્સો ધરાવતી હતી, જે આઇક્યુવિયા દ્વારા ઓળખ કરાયેલા હરિફો વચ્ચે સૌથી વધુ આવક પૈકીની એક હતી.

ગ્લેન્ડ ફાર્મા પછી બીજા ક્રમનો મોટો ડ્રગ ઉત્પાદક કંપનીનો IPO

ઓવર ધ કાઉન્ટર (OTC) બ્રાન્ડ્સમાં માર્કેટ લિડર ગણાતી મેનકાઇન્ડનો IPO ગ્લેન્ડ ફાર્માના રૂ. 6480 કરોડના IPO પછીનો બીજા ક્રમનો મોટો ડ્રગ મેન્યુફેક્ચરીંગ IPO ગણાવાય છે. કંપની એન્ટિ બેક્ટેરિયલ જેલ, રિંગઆઉટ એન્ટી ફંગલ પાવડર, ગેસ-ઓ ફાસ્ટ, કેલોરી 1 આર્ટીફિસિયલ સ્વીટનર, એન્ટિ બેક્ટેરિયલ ઓઇન્મેન્ટ, પ્રેગા ન્યૂઝ સહિતની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ધરાવે છે.