Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી
અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો.
નિફ્ટી મિડકેપ 150 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડાઈસિસ 0.7 ટકા ઉછાળે બંધ રહ્યા હતા. તાતા ગ્રુપના શેરોમાં આજે આકર્ષક તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ તાતા સ્ટીલ 3.43 ટકા અને તાતા મોટર્સ 1.15 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહી હતી. BSE ખાતે ટ્રેડેડ કુલ 3557 સ્ક્રીપ્સ પૈકી 2466માં સુધારો અને 965માં ઘટાડો નોંધાયો હતો. કુલ 229 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 18 સ્ક્રિપ્સ વર્ષના તળિયે બંધ રહ્યા હતા. 321 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 132માં લોઅર સર્કિટ સાથે એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ રહી હતી.
એચડીએફસી સિક્યુરિટીઝના ડેપ્યુટી હેડ રિટેલ રિસર્ચ દેવર્ષ વકિલે જણાવ્યું હતું કે, “નિફ્ટીનો ટૂંકા ગાળાનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે અને શુક્રવારનો તીવ્ર અપસાઇડ બ્રેકઆઉટ આગામી સેશનમાં ચાલુ રહેવાની ધારણા છે. આગામી અપસાઇડ લક્ષ્યાંક 22500-22600ની આસપાસ જોવાશે.”
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે સપ્તાહની શરૂઆતમાં જ્યારે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યુ હતું. 1 માર્ચના રોજ સૂચકાંકોમાં ઉછાળો આવ્યો હતો, જે ભારતીય જીડીપીના આંકડાઓ અને ઉત્પાદન ક્ષેત્રે સ્વસ્થ પ્રદર્શનને કારણે વધ્યો હતો.
“યુએસ તરફથી પીએમઆઈ અને પેરોલ ડેટા, ચીનના ફુગાવાના ડેટા સાથે, બજારની ગતિશીલતાને પ્રભાવિત કરી શકે છે. મધ્ય અને સ્મોલ કેપ્સમાં કરેક્શન ચાલુ છે અને ચાલુ રહેવાની અપેક્ષા છે, નિયમનકારોએ જાહેરાત કરવાની વિનંતી કરી છે. AMC સાથે સંકળાયેલા જોખમોને આધિન રહેશે.”
રેલિગેર બ્રોકિંગના ટેકનિકલ એનાલિસ્ટ રોહન શાહે જોખમ લેવા અને બાય-ઓન-ડિપ્સ વ્યૂહરચના અપનાવવા સલાહ આપી છે.. “22,200 પર કોઈપણ ઘટાડો સારી ખરીદીની તક હોઈ શકે છે અને ઉપરની બાજુએ 23,400ની આસપાસ વધી શકે છે.”