સુરત, 21 ડિસેમ્બર: ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડના સિયામ સિમેન્ટ ગ્રુપ (SCG) વચ્ચેના સંયુક્ત સાહસ સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ આગામી 3-4 મહિનામાં ગુજરાતના કપડવંજ ખાતે તેના પ્રથમ પ્લાન્ટની વ્યાવસાયિક કામગીરી શરૂ થવાની અપેક્ષા રાખે છે. સંયુક્ત સાહસ કંપની આ એકમ ખાતે એએસી બ્લોક્સ અને એએલસી પેનલ્સનું ઉત્પાદન કરશે અને ‘ZMART BUILD’ બ્રાન્ડ નામ હેઠળ તેની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરશે.

2021માં બિગબ્લોક કન્સ્ટ્રક્શને ગુજરાતના અમદાવાદમાં કપડવંજ ખાતે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સના ઉત્પાદન માટે વાર્ષિક 3 લાખ ક્યુબિક મીટર (સીબીએમ)ની ક્ષમતાનો અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે થાઈલેન્ડના સિયામ સિમેન્ટ ગ્રુપ (SCG) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરી હતી. બિગબ્લોક કન્સ્ટ્રક્શન સંયુક્ત સાહસ કંપનીમાં 52% હિસ્સો ધરાવે છે જ્યારે એસસીજી 48% હિસ્સો ધરાવે છે. ભારતમાં એસસીજી ગ્રુપનું આ પ્રથમ રોકાણ છે.

કપડવંજ પ્રોજેક્ટમાં કુલ રૂ. 65 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. સંપૂર્ણ ક્ષમતા પર પ્લાન્ટથી વાર્ષિક આશરે રૂ. 100-125 કરોડની આવક થવાની ધારણા છે. સંયુક્ત સાહસ કંપની – સિયામ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે પ્રોજેક્ટ માટે 60,000 ચોરસ મીટર જમીન હસ્તગત કરી હતી, પ્રોજેક્ટને ધિરાણ આપવા માટે બેંકિંગ ટાઇ-અપ કર્યું હતું અને પ્લાન્ટ માટે મશીનરી અને ટેક્નિકલ સર્વિસીઝનો ઓર્ડર આપ્યો હતો.

 જીરાપટ (ડીએમડી અને ગ્રીન બિઝ ડિરેક્ટર), એસસીજી, સુશ્રી સ્મિતિદા, માર્કેટિંગ મેનેજર – એસસીજી,  નરેશ સાબૂ, મેનેજિંગ ડિરેક્ટર, બિગબ્લોક કન્સ્ટ્રક્શન સહિતના એસસીજી ગ્રૂપ અને બિગબ્લોક કન્સ્ટ્રક્શનના મુખ્ય અધિકારીઓએ પ્લાન્ટના બાંધકામની પ્રગતિ વિશે અપડેટ મેળવવા માટે ફેક્ટરી સાઇટની મુલાકાત લીધી હતી.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર  નરેશ સાબૂએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં, એએસી બ્લોક્સ અને એએલસી પેનલ્સ માટે 3 લાખ ક્યુબિક મીટરની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવાની સાહસની યોજના છે. બંને સંયુક્ત સાહસ પક્ષોની મંજૂરીને આધીન, પ્રોજેક્ટ બીજા તબક્કામાં વાર્ષિક 5 લાખ સીબીએમ સુધી વિસ્તરણ કરવાની ક્ષમતા ધરાવે છે.”

એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડના ડીએમડી અને ડિરેક્ટર – ગ્રીન બિઝનેસ  જીરાપતે જણાવ્યું હતું કે, કંપનીએ પહેલેથી જ પ્લાન્ટ અને મશીનરીની ખરીદી શરૂ કરી દીધી છે અને પ્રથમ બેચ ટૂંક સમયમાં આવવાની ધારણા છે. એસસીજી ઈન્ટરનેશનલ ઊભરતાં બજારોમાં એસસીજી જૂથના સાહસોમાં મોખરાની ભૂમિકા ભજવે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)