અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ એસએમઈ સેગમેન્ટના પાંચ આઈપીઓ માર્કેટની વોલેટિલિટી વચ્ચે બમ્પર રિટર્ન સાથે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એસ્કોનેટ ટેક્નોલોજીસના આઈપીઓએ સૌથી વધુ 250 ટકા પ્રીમિયમે રૂ. 290ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. જે લિસ્ટિંગના થોડી જ ક્ષણોમાં 251.13 ટકા રિટર્ન સાથે રેકોર્ડ રૂ..294.95ની ટોચ નોંધાવી હતી. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધતાં પાંચ ટકા લોઅર સર્કિટ સાથે 275.50 પર સ્થિર થયો હતો.

એસએમઈ સેગમેન્ટના અન્ય ચાર એસએમઈ આઈપીઓએ લિસ્ટિંગ દરમિયાન 10 ટકાથી 153 ટકા રિટર્ન આપ્યું છે. જે તમામ પાંચ ટકા અપર સર્કિટ સાથે રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. ગ્રે માર્કેટમાં થાઈ કાસ્ટિંગના આઈપીઓ માટે રૂ. 70 (91 ટકા), કલાહરિધન ટ્રેન્ડ્સ માટે રૂ. 3 (7 ટકા), એટમેસ્ટ્કો માટે રૂ. 5 (6 ટકા), એસ્કોનેટ ટેક્નોલોજીસ રૂ. 90 (107 ટકા), ઈન્ટિરિયર્સ એન્ડ મોર માટે રૂ. 5 (2 ટકા)પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા.

IPOઈશ્યૂ પ્રાઈસરેકોર્ડ ટોચરિટર્ન
Esconet Tech84294.95251.13
Kalahridhaan4549.5010
Thaai Casting77195.15153.44
Atmastco Ltd.7795.5524.09
Interiors And227283.5024.89

એસએમઈ આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ

એસએમઈ આઈપીઓને રોકાણકારો દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે લિસ્ટેડ થયેલા પાંચ આઈપીઓમાં એસ્કોનેટ ટેક્નોલોજીસનો ઈશ્યૂ અનેકગણો 507.24 ગણો ભરાયો હતો. થાઈ કાસ્ટિંગ લિ. પણ 375.43 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. અન્ય 3માં ઈન્ટિરિયર્સ એન્ડ મોર 11.22 ગણો, એટ્માસ્ટ્કો લિ. 17.61 ગણો અને કાલિહરીધાન ટ્રેન્ડ્ઝ 8.15 ગણો ભરાયો હતો.

એસએમઈ આઈપીઓ રોકાણ ટીપ્સઃ

એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ કંપનીનુ ભૂત-ભવિષ્ય અને વર્તમાન અવશ્ય ચકાસવું. તેના મેનેજમેન્ટ, પ્રમોટર્સ ટીમ, ફંડામેન્ટલ્સ, ફેન્સી, પીઈ રેશિયો સહિતની વિગતોની ખાતરી કરવી. તેમજ નિશ્ચિત રિટર્ન પર પ્રોફિટ બુક કરવો.

સાધવ શિપિંગનો એસએમઈ આઈપીઓ આજે ખૂલ્યો

મુંબઈ સ્થિત મરિન એસેટ્સ, કોસ્ટલ લોજિસ્ટિક્, સહિતની સેવાઓ પ્રદાન કરતી સાધન શિપિંગ લિ.નો આઈપીઓ ઈશ્યૂ આજથી 3 દિવસ માટે રોકાણ માટે ખૂલ્યો છે. કંપની રૂ. 95ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 38.18 કરોડ એકત્ર કરવા માગે છે. માર્કેટ લોટ 1200 શેર્સ માટે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછુ રૂ. 114000નું રોકાણ કરવુ પડશે. શેર એલોટમેન્ટ 28 ફેબ્રુઆરી અને લિસ્ટિંગ 1 માર્ચે થશે.