અમદાવાદ, 29 માર્ચઃ એડવાન્સ ઇન્ટરમેડિએટ ઉત્પાદક પૈકી એક SPC લાઇફ સાયન્સિસ લિમિટેડ (કંપની)એ માર્કેટ રેગ્યુલેટર સિસ્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. 6-Chloro-Hexane-2-One માટે યુએસ એફડીએની મંજૂરી ધરાવનાર કંપની ફાર્મા ઇન્ટરમેડિએટ વિકસાવી શકે છે તથા તેમની સપ્લાય ચેઇનના ભાગરૂપે યુએસ એફડીએ માન્ય ઉત્પાદન એકમો સ્થાપવા માગતી ફાર્માસ્યુટિકલ કંપનીઓની સાથે કામ કરી શકે છે.

કંપની જાહેર ભરણા દ્વારા ફંડ ઊભું કરવા માગે છે જેમાં, (1) ₹ 3,000 મિલિયન કરતાં વધુના નવા ઈક્વિટી શૅર જારી કરવાનો તથા (2) 8,938,870 ઈક્વિટી શૅર વેચાણની ઑફરનો સમાવેશ થાય છે. પ્રત્યેક ઈક્વિટી શૅરની ફેસ વેલ્યુ ₹ 10 છે.

ફ્રેશ ઈસ્યુ દ્વારા થનારી આવકનો ઉપયોગ કંપની નીચે પ્રમાણેના હેતુઓ માટે કરવા માગે છેઃ- (1) કંપની દ્વારા લેવામાં આવેલી ₹ 550 મિલિયનની લોનની બાકી રહેલી રકમનું રિ-પેમેન્ટ/પ્રીપેમેન્ટ; (2) કંપનીના દહેજ ખાતેના પ્લાન્ટમાં ફાર્માસ્યુટિકલ ઇન્ટરમેડિએટના ઉત્પાદનની વિસ્તરણ સુવિધા વિકસાવવા ફેઝ-2 ની સ્થાપના માટે ₹ 1,223.23 મિલિયનની કૅપિટલ એક્સપેન્ડિચરને ફંડ કરવા; (3) ₹ 400 મિલિયનની વર્કિંગ કૅપિટલની જરૂરિયાતને ફંડ કરવા તથા (4) બાકીની રકમ સામાન્ય કૉર્પોરેટ હેતુઓ માટે.

આ આઈપીઓ ઈસ્યુના બુક રનિંગ લીડ મેનેજરો એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ તથા એચડીએફસી બેંક લિમિટેડ છે.