ટાટા AMCએ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ શરૂ કર્યો
મુંબઈ, ઑક્ટોબર 9, 2024: ટાટા એસેટ મેનેજમેન્ટ કંપનીએ નવા લોન્ચ કરેલા નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ પર આધારિત દેશનું પ્રથમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. ટાટા નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી મૂડીબજારની થીમ સાથે પ્રસ્તુત હોય એવા શેરોની કામગીરી પર નજર રાખશે. ઇન્ડેક્સમાં નાણાંકીય સેવાઓના વર્ટિકલ હેઠળની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ, એક્સચેન્જ અને ડેટા પ્લેટફોર્મ, સ્ટોક બ્રોકિંગ અને સંલગ્ન સેવાઓ, ડિપોઝિટરીઝ, ક્લિયરિંગ હાઉસ, ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સના વિતરકો, રેટિંગ અને મૂડી બજાર સંબંધિત અન્ય સેવાઓની કંપનીઓનો સમાવેશ થાય છે.
ઇન્ડેક્સ ફંડના લોન્ચિંગ સમયે, ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું હતું કે, “ભારતના મૂડી બજારો છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિના માર્ગ પર છે.. આપણે ડીમેટ ખાતાઓમાં વૃદ્ધિનો જંગી ઉછાળો જોયો છે. તેની સંખ્યા હવે 16 કરોડની નજીક છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ અસક્યામતો (AUM) ઓગસ્ટ 2024માં રૂ. 65 લાખ કરોડના આંકને વટાવી ગઈ છે. છેલ્લા દાયકામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM લગભગ 6.5 ગણી વધીને રૂ. 10 લાખ કરોડથી 65 લાખ કરોડ થઈ ગઈ છે. આમ છતાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડના એયુએમનો જીડીપીની સરખામણીએ ગુણોત્તર માત્ર 16% છે – જે વૈશ્વિક સરેરાશ 74%ની નીચે છે – અને ભવિષ્યની વૃદ્ધિ માટે નોંધપાત્ર તક દર્શાવે છે.
ઇન્ડેક્સ મેથોડોલોજી: ટોચના મહત્તમ 20 શેરોનો સમાવેશ કરી શકતા ટાટા નિફ્ટી કેપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ ફંડ મૂડીબજારના વ્યવસાયોને લગતા તમામ સેગમેન્ટ્સમાં કડક ધારા-ધોરણોનું પાલન કરે છે. ઇન્ડેક્સમાં કોઈ એક સ્ટોકમાં રોકાણની ટોચમર્યાદા 20 ટકા રહે છે. આ ઇન્ડેક્સમાં મૂળ ઇન્ડેક્સ નિફ્ટી 500માંથી વધુમાં વધુ 20 સ્ટોક્સ હોઈ શકે છે. વૈવિધ્યકરણ અને જોખમ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઇન્ડેક્સના ઘટકોનું વેઇટેજ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે રહે છે.કામગીરીના સંદર્ભમાં, ઇન્ડેક્સે પાછલા વર્ષમાં 112.64%નું મજબૂત વળતર આપ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં 32.95%ના ચક્રવૃદ્ધિ દરે (CAGR) વળતર આપ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)