અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ Tata Motors એ તેના Nexon અને Tiago EVની કિંમત ₹1,20,000 સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. આ કારોના ઉત્પાદનમાં વપરાતી બેટરી સેલની કિંમતોમાં નોંધાયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવાના હેતુ સાથે કિંમતમાં ઘટાડો થયો છે.

ટાટાએ Nexon અને Tiago EV માટે કિંમતમાં ઘટાડો કર્યો છે, જો કે તાજેતરમાં લૉન્ચ કરાયેલ પંચ EVની કિંમતો યથાવત છે. કિંમતમાં ઘટાડા પછી, Tata Tiago EV ભારતમાં ₹7.99 લાખથી શરૂ થશે. Nexon EVની કિંમત ₹14.49 લાખથી શરૂ થશે. લાંબા-રેન્જની Nexon EVની કિંમત ₹16.99 લાખથી શરૂ થાય છે.

આ ભાવ ઘટાડા વિશે બોલતા, ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEM)ના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવત્સે જણાવ્યું હતું કે, “બૅટરીનો ખર્ચ EVની એકંદર કિંમતનો નોંધપાત્ર ભાગ છે. તાજેતરમાં બેટરી સેલના ભાવમાં નરમાઈ સાથે અને નજીકના ભવિષ્યમાં તેમના સંભવિત ઘટાડાને ધ્યાનમાં રાખીને, અમે પરિણામી લાભો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાનું પસંદ કર્યું છે.

EVsને દેશભરમાં વધુ સુલભ બનાવીને મુખ્ય પ્રવાહમાં અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા આપતાં અમારા પોર્ટફોલિયોમાં સ્માર્ટ, ફીચર રિચ ઇવી માટે બોડી સ્ટાઇલ, રેન્જ અને પ્રાઇસ પોઈન્ટ્સની વિશાળ પસંદગી ઓફર કરે છે. અમારું માનવું છે કે આ સુલભ કિંમતો પર સૌથી વધુ વેચાતી Nexon.ev અને Tiago.ev ગ્રાહકોના મોટા સમૂહને આકર્ષવા માટે વધુ આકર્ષક પ્રસ્તાવ બની જાય છે.”

Tata Tiago EV ઓક્ટોબર 2022માં ₹8.49 લાખ (એક્સ-શોરૂમ)માં પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. Tata Tiago EV પાસે બે બેટરી પેક વિકલ્પો છે. જેમાં 24 kWh બેટરી પેક છે જેની MIDC રેન્જ 315 કિમી છે. બીજો વિકલ્પ 19.2 kWh બેટરી પેક સાથે આવે છે જે 250 કિમીની રેન્જ આપે છે.