અમદાવાદઃ ટાટા ટેકનોલોજીનો આઇપીઓ ટૂંક સમયમાં મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. પરંતુ ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર રીતે કંપનીનો શેર ધૂમ મચાવી રહ્યો છે. કંપની 8.11 કરોડ શેર્સનો આઇપીઓ લાવે તેવી ધારણા છે. બજારની અપેક્ષા મુજબ ટાટા ટેકનોલોજીની માર્કેટ વેલ્યૂ આશરે રૂ. 18-20 હજાર કરોડની મૂકવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર શેરપ્રાઇસ રૂ. 830- 850 વચ્ચે મૂકાઇ રહી છે. જોકે, રોકાણકારોનું ધ્યાન દોરવાનું કે કંપનીએ હજી કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. કંપનીએ માત્ર સેબીમાં ઓફર ડોક્યુમેન્ટ્સ જ ફાઇલ કર્યા છે.

માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટાટા ટેકનોલોજીસનો અનલિસ્ટેડ શેર પહેલેથી જ રૂ. 830 આસપાસ ટ્રેડ થઇ ચૂક્યો છે. જે દર્શાવે છે કે, આ આઇપીઓમાં રોકાણકારો ભારે રસ દાખવી રહ્યા છે.