NSE સામેનો સેબીમાં કેસ બંધ થતા આઇપીઓની ઝડપથી આવવાની આશા
18% ઉછળ્યો BSEનો શેર, બીએસઇએ નવો 52 વીક હાઇ નોંધાવ્યો
અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સ 97.84 પોઇન્ટ્સ, 0.12% વધી 82988.78 બંધ રહ્યો હતો. 83116.19ના ગત સપ્તાહે ગુરૂવારે જાવાયેલ હાઇને ક્રોસ કરીને સોમવારે 83184.34નો નવો રેકોર્ડ બન્યો હતો. સેન્સેક્સના 15 શેર વધ્યા અને 15 ઘટ્યા હતા. ટોપ ગેઇનર એનટીપીસી રૂ. 9.80, 2.44% સુધરી 411.05 બંધ રહ્યો હતો. કંપનીના મેનેજમેન્ટમાં અમુક ડાયરેક્ટર્સ અને મુખ્ય વહીવટી પદો પર ફેરફારો કરાયાની એક્સચેન્જને જાણ કરાઇ હતી. પોણા બેથી એક ટકાના પ્રમાણમાં સુધારો નોંધાવનાર અન્ય ગેઇનર્સ જેએસડબ્લ્યુ સ્ટીલ રૂ. 970.95, લાર્સન રૂ. 3662.45 અને એક્સીસ બેન્ક રૂ. 1231.50ના સ્તરે બંધ રહ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલે તા. 19થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એનાલિસ્ટ/ ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર મીટીંગ/ કોન્ફરન્સોની જાણ કરી હતી. સેન્સેક્સમાં ઘટવામાં બજાજ હાઉસીંગ ફાઇનાન્સની પેરન્ટ કંપનીઓ બજાજ ફાઇનાન્સ 3.36% ઘટી રૂ. 7342.10 અને બજાજ ફિનસર્વ 1.89%ના લોસે રૂ. 1858.05 થઇ ગયા હતા. બજાજ ગ્રુપની આ ફાઇનાન્સ કંપનીઓના શેરો સામે બજાજ હાઉસીંગ ફાઇનાન્સ લેવાતા હોવાની હવા હતી. હિન્દુસ્તાન યુનીલીવર પણ 2.30% ઘટી રૂ. 2866.50 થઇ ગયો હતો. નિફ્ટી 27.25 પોઇન્ટ્સ કે 0.11 ટકા વધી 25383.75 બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં ઉલ્લેખ કરેલા ગેઇનર્સ ઉપરાંત નિફટીના બે શેરો હિન્દાલ્કો અને શ્રીરામ ફાઇનાન્સ દોઢથી પોણા બે ટકા વધી અનુક્રમે રૂ. 684.5 અને 3419.5 બંધ રહ્યા હતા. શ્રીરામ હાઉસીંગ ફાયેનાન્સે પણ આગામી દિવસોમાં યોજાનાર એનાલિસ્ટ/ ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર મીટીંગ/ કોન્ફરન્સોની જાણ કરી હતી.
નિફ્ટીના એસબીઆઇ લાઇફ અને બ્રીટાનીયા એકથી સવા ટકો ઘટી અનુક્રમે રૂ. 1823 અને 6069 બંધ રહ્યા હતા. એનએસઇમાં વાયદા વાળા અન્ય ચાર ઇન્ડેક્સોમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતુ. 0.04%ના સુધારાએ નિફ્ટી ફાઇનેન્સીયલ સર્વીસીસ 23989.85, નિફ્ટી બેન્ક 0.41% વધી 52153.15, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 0.05% સુધરી 75464 અને મિડકેપ સિલેક્ટ 0.53% ઘટી 13275ના સ્તરે બંધ રહ્યા હતા. એનએસઇના 77માંથી 57 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. તેમાં મુખ્યત્વે મિડીયા, સીપીએસઇ, એનર્જીનો સમાવેશ થતો હતો. નિફ્ટીના 50માંથી 26, નિફ્ટી નેક્સ્ટ 50ના પણ 50માંથી 26, નિફ્ટી બેન્કના 12માંથી 7, નિફ્ટી ફાઇનાન્સના 20માંથી માત્ર 6 અને મિડકેપ સિલેક્ટના 25માંથી 6 જ શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 15 અને બેન્કેક્સના 10માંથી 7 શેરો વધ્યા હતા.
એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2897(2867) ટ્રેડેડ શેરોમાંથી 1454(1777) વધ્યાં, 1355(1015) ઘટ્યાં અને 88(75) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 200(188) શેરોએ અને નવા લો 29(17) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 158(146) તો નીચલી સર્કીટે 95(43) શેરો ગયા હતા.
એનએસઇને સેબીની ક્લીન ચીટ, 18 ટકા વધી નવી ટોચે બીએસઇ
2015માં કોલોકેશન સર્વરવાળા કેસમાં સેબીને તેની તપાસમાં એનએસઇના અધિકારીઓ અને દલાલો વચ્ચે સાંઠગાંઠ હોવાના સોલીડ પુરાવા ન મળતા એ તપાસ બંધ કરી એમાં સંડોવાયેલા અધિકારીઓને પણ એ બાબતમાં ક્લીન ચીટ અપાઇ છે. હવે સેબી અને એનએસએસઇ વચ્ચેનો એક કેસ જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે ત્યારે એનએસઇનો આઇપીઓ જલ્દી આવી જશે અને એનું બીએસઇમાં લીસ્ટીંગ થતા એનો ભરપૂર ફાયદો થશે એવા આશાવાદે બીએસઇનો શેર એનએસઇ ખાતે 18.23 ટકા ઉછળી રૂ. 3431.80 થઇ ગયો હતો. યુનાઇટેડ પોલિફેબ ગુજરાત પણ 18.05% સુધરી 102.54 રૂપિયાની સપાટીએ વિરમ્યો હતો.
બજાજ હાઉસીંગ ફાઇનાન્સનું ડબલ ભાવે લીસ્ટીંગ, ડે વનથી લાર્જ કેપ!
સોમવારે બજારના તમામ વર્ગની મીટ બજાજ હાઉસીંગ ફાઇનાન્સના લીસ્ટીંગ પર હતી. લીસ્ટીંગ પહેલા યોજાતી સ્પેશ્યલ પ્રી ઓપન સેશનમાં એનએસઇ ખાતે રૂ. 35થી લઇને 35.04ના ભાવે કુલ 23,88,292 શેરો લેવા માટેના સોદા મુકાયા હતા અને રૂ. 160.96થી 161ના ભાવે 9,00,57,926 શેરો વેચવા મુકાયા હતા. આ ખાસ સેશન 09:55:05 વાગ્યે બંધ થઇ ત્યારે રૂ. 150ના ઇક્વિલીબ્રીયમ ભાવે 12,28,15,389 શેરો ઇક્વિલીબ્રીયમ અને ફાઇનલ ક્વોન્ટીટીમાં દેખાતા હતા. આમ રૂ. 70માં અપાયેલ બજાજ હાઉસીંગ ફાઇનાન્સનો શેર ઓફર ભાવ 70 રૂપિયાથી 80 રૂ, 114.29% વધીને રૂ. 150ના ભાવે ખુલ્યો હતો. રેગ્યુલર સેશનમાં ઘટીને રૂ. 146 ટ્રેડીંગની શરૂઆતમાં જ થયા પછી જાણે રેન્જ સેટ થતી હોય એમ પહેલી 3 મિનિટમાં જ રૂ. 161નો હાઇ અને 151.02નો લો જોવા મળ્યો હતો. ત્યારબાદ ઇન્ટ્રા ડેમાં સતત હાયર ટોપ હાયર બોટમ બનાવી 12ને 16મિનિટે નિયમ પ્રમાણેની ખુલતા ભાવથી 10 ટકા ઉપરની રૂ. 165ની સર્કીટ લાગી ગઇ હતી અને એ પૂરો દિવસ ખુલી ન હતી. કુલ 63 કરોડ 67 લાખ 27 હજાર શેરના સોદા થયા હતા જેનું મૂલ્ય રૂ. 156.79ના વેઇટેડ એવરેજ ભાવે રૂ. 9983.25 કરોડ થયુ હતુ. 51.38 ટકા ડિલિવરીનું પ્રમાણ હતુ. શેરની ફેસ વેલ્યુ રૂ. 10ની છે. કંપનીની સબસ્ર્કાઇબ્ડ કેપીટલ 832.81 કરોડ શેરની છે. કુલ માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 1,37,414.42 કરોડ થયુ હતુ. 16.18ના ઉદ્યોગના પ્રાઇસ અર્નીંગ રેશીયો સામે આ કંપનીનો આવો રેશીયો 79.37નો છે અને રૂ. 21.37ની બુક વેલ્યુ ને ભાવમાં ડિસકાઉન્ટ કરતાં પ્રાઇસ ટૂ બુક વેલ્યુ રેશીયો 7.72 થાય છે. આ ફંડામેન્ટલ રેશીયોના માપદંડથી ગણીએ તો વર્તમાન ભાવ ઘણો ઊંચો ગણાય એવું ટીડા ફંડામેન્ટલ એનાલિસ્ટો માને છે પણ રીયલ એનાલિસ્ટો જણાવે છે કે હાઉસીંગ ફાઇનાન્સ કંપનીનું રો મટીરીયલ જ ફાઇનાન્સ છે અને આ આઇપીઓ થકી આવેલું ભંડોળ કંપનીને એના ધંધાના વિકાસમાં ભારે મદદરૂપ નિવડશે તેથી ભવિષ્યના સંયોગો માટે ગંભીરપણે ફંડામેન્ટલ રીસર્ચનો આધાર લીધા પછી જ બાય, સેલ કે હોલ્ડના નિર્ણય લેવા જોઇએ એવું આ વર્ગનું માનવું છે. અન્ય હાઉસીંગ ફાઇનાન્સ કંપનીઓના માર્કેટ કેપીટલાઇઝેશન સાથે તુલના કરીએ તો એલઆઇસી હાઉસીંગ ફાઇનાન્સનું રૂ. 37503 કરોડ, પીએનબી હાઉસીંગ ફાઇનાન્સનું રૂ. 27639 કરોડ, કેન ફીન હોમ્સનું રૂ. 11984 કરોડ છે તેમની સરખામણીએ બજાજ હાઉસીંગ ફાઇનાન્સનું રૂ. 1,37,406 કરોડ છે. લીસ્ટીંગના ડે વનથી જ આ લાર્જ કેપ કંપની બની ગઇ છે.
વિદેશી સંસ્થાકીય નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની પણ નેટ વેચવાલી
એફઆઇઆઇની રૂ. 1634.98 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની રૂ.754.09 કરોડની નેટ લેવાલી રહેતાં એકંદરે રૂ. 880.89 કરોડની નેટ વેચવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન વધીને રૂ. 470.47 (468.71) લાખ કરોડ થયુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)