અમદાવાદ, 25 જાન્યુઆરીઃ કૃષિ ક્ષેત્રે કાર્યરત નોવા એગ્રિટેક લિ.નો આઈપીઓ ભરવાનો આજે અંતિમ દિવસ છે. કંપની 39-41ની પ્રાઈસ બેન્ડ પર કુલ રૂ. 143.81 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ ઈશ્યૂ આજે 10.49 વાગ્યા સુધીમાં કુલ 44.48 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 46.05 ગણા બીડ ભર્યા છે. ક્યુઆઈબી પોર્શન 1.18 ગણો અને એનઆઈઆઈ 98.57 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.

ગ્રે માર્કેટમાં નોવા એગ્રિટેકના આઈપીઓ ઈશ્યૂ માટે રૂ. 20 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે રૂ. 41ની ઈશ્યૂ પ્રાઈસ સામે 49 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાનો સંકેત આપે છે. આઈપીઓ ઈશ્યૂ આજે 25 જાન્યુઆરીએ બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 29 જાન્યુઆરીએ અને લિસ્ટિંગ 31 જાન્યુઆરીએ થવાની શક્યતા છે.

હૈદરાબાદ સ્થિત નોવા એગ્રિટેક મે, 2007થી પાક ઉત્પાદન વધારવાના હેતુ સાથે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. જે મુખ્યત્વે જમીનનું સ્વાસ્થય, પાકને પોષણ અને સંરક્ષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીની કુલ 629 પ્રોડક્ટ રજિસ્ટર્ડ છે. 215 લોકોની સેલ્સ ટીમ સાથે કંપની 13 કિસાન મિત્ર અને 253 કિસાન સેવક સાથે કાર્યરત છે.

આઈપીઓ માટે બ્રોકરેજ ટીપ્સઃ

કંપનીની આવક અને ચોખ્ખો નફો છેલ્લા 3 ત્રિમાસિકમાં વધ્યો છે. કુલ દેવુ 30 સપ્ટેમ્બર-23ના રોજ રૂ. 68.50 કરોડ હતું. સાથે રિઝર્વ અને સરપ્લસ પણ રૂ. 60.97 કરોડ રહી છે. આકરી હરિફાઈ હોવા છતાં કંપની મજબૂત ફંડામેન્ટલ્સ સાથે ગ્રોથ કરી રહી છે. બીપી ઈક્વિટીઝ, સ્ટોક્સબોક્સ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, વેન્ચુરા સિક્યુરિટીઝ સહિતના બ્રોકરેજ હાઉસે આઈપીઓ અપ્લાય કરવા રેટિંગ આપ્યું છે. કંપનીએ ઓફર ડોક્યુમેન્ટમાં દર્શાવેલ લિસ્ટેડ હરીફ કંપનીઓની તુલનાએ પીઈ રેશિયો 13.05 સાથે નીચો છે.