મુંબઈ, 11 ઓગસ્ટઃ યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (યુનિયન એએમસી) દ્વારા રોકાણકારોને વધુ સારો અનુભવ પ્રદાન કરવા માટે રોકાણકારો સાથેના સંવાદને સશક્ત કરવાના આશય સાથે નિફ્ટી -50 ઇન્ડેક્સ માટે આજે ફેર વેલ્યુ સ્પેક્ટ્રમની શરૂઆત કરવામાં આવી છે. વર્ષોના રોકાણ સંશોધન દ્વારા સમર્થિત આ સાધન રોકાણકારોને સરળ અને સ્પષ્ટ દ્રશ્ય માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. મેઘધનુષ્યના રંગોથી પ્રેરિત થઈને નિફ્ટી 50 ઇન્ડેક્સના મૂલ્યાંકન સ્તરોને આકર્ષણના પાંચ અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જે નીચે દર્શાવ્યા મુજબ છે.

લોન્ચિંગ પ્રસંગે, ઇક્વિટીના કો-હેડ સંજય બેમ્બલકરે જણાવ્યું હતું કે, રોકાણકારો ઘણીવાર “લાંબા ગાળા માટે રોકાણ કરો” અથવા ‘સાવચેતીપૂર્વક આશાવાદી બનો’ જેવી સામાન્ય સલાહ સાંભળે છે તે જોતાં અમને સરળ અને સ્પષ્ટ સંવાદની તાતી જરૂરિયાતનો અહેસાસ થયો છે.

અમારા માટેના ફેર વેલ્યુ સ્પેક્ટ્રમના વર્તમાન વાંચનનું અર્થઘટન કરતાં તેમણે અભિપ્રાય આપ્યો હતો કે, બજારો હાલમાં વાજબી ઝોનમાં છે. છેલ્લા 10 વર્ષોમાં અમારું વિશ્લેષણ દર્શાવે છે કે બજારો લગભગ 45% વખત આ ઝોનમાં રહ્યાં છે. આવા સમયે રિસ્ક-રીવોર્ડ ટ્રેડ-ઓફ સંતુલિત હોય છે. તેથી, અમે 3 થી 6 મહિનામાં ફાળવણીની ભલામણ કરીએ છીએ. બજાર મૂડીકરણની પસંદગી અંગેનો નિર્ણય વ્યક્તિગત રોકાણકારોની જોખમની ભૂખ પર આધારિત હોવો જોઈએ.

ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પટવર્ધને જણાવ્યું હતું કે, અમારો ત્રિમાસિક રોકાણ અભિગમ મજબૂત અને લાંબા ગાળા પર કેન્દ્રિત છે અને તેનાથી અમને ફાયદો થયો છે. તેમ છતાં, એ સમજવું અગત્યનું છે કે લાંબા ગાળાએ અનિવાર્યપણે ટૂંકા ગાળાની શ્રેણી છે. અનિવાર્યપણે, મેક્રોઇકોનોમિક પરિબળો, વ્યાવસાયિક પરીબળો, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને કંપનીની પરિસ્થિતિઓથી લઈને દરેક બાબતમાં એવા તબક્કાઓ હોય છે કે જે આખરે વાજબી મૂલ્યો અને શેરના ભાવો એમ બન્નેને પ્રભાવિત કરે છે.

યુનિયન એએમસીના ઇક્વિટીના કો-હેડ હાર્દિક બોરાએ સમજાવ્યું હતું કે, “ફેર વેલ્યુ સ્પેક્ટ્રમ એ બજારના આકર્ષણનું અર્થઘટન કરવાની અમારી રીત છે અને ઇક્વિટી માર્કેટ પર અમારો દૃષ્ટિકોણ પૂરો પાડે છે. રોકાણકારો દ્વારા રોકાણનો નિર્ણય પોઇન્ટ એસ્ટિમેટ પર આધારિત ન હોવાથી આ સાધન આકર્ષણની રેન્જ અને બજારના વર્તમાન સ્તરો ક્યાં તે પ્રસ્તુત કરે છે. જ્યારે રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રિસ્ક-રીવોર્ડ ટ્રેડ-ઓફથી વાકેફ હોય ત્યારે રોકાણકારોને તેમની વ્યૂહરચનાની ઝડપ નક્કી કરવામાં અને ઇક્વિટી અથવા હાઇબ્રિડ ફંડ્સની સંબંધિત કેટેગરીની પસંદગી કરવામાં મદદ મળી શકે છે. યુનિયન મ્યુચ્યુઅલ ફંડ ભારપૂર્વક જણાવે છે કે, ફેર વેલ્યુ સ્પેક્ટ્રમ એક અમૂલ્ય સાધન છે ત્યારે ત્યારે રોકાણકારોએ વ્યક્તિગત જોખમની સહનશીલતા અને રોકાણના ઉદ્દેશોને પણ ધ્યાનમાં લેવા જોઈએ અને વ્યાવસાયિક, વ્યક્તિગત સલાહ લેવી જોઈએ.