અમદાવાદ, 11 ઓગસ્ટઃ ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 24 ટકા આવક વૃદ્ધિ હાંસલ કરી છે. જોકે, કંપનીના ચોખ્ખા નફામાં 8 ટકાનો વધારો થયો છે. EBITDAમાં 60 ટકાનો વધારો થયો છે. Nykaaની માલિકીની કંપની Fsn E-Commerce Ventures એ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો વાર્ષિક ધોરણે 8% વધી 5.4 કરોડ (રૂ. 4.5 કરોડ) નોંધાયો હતો. આવક વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 1,422 કરોડ (રૂ. 1,148 કરોડ) થઈ છે. જ્યારે વાર્ષિક ધોરણે 60%ના વધારા સાથે રૂ. 73.5 કરોડની EBITDA વૃદ્ધિ નોંધાઈ છે. EBITDA માર્જિન 116 બેસિસ પોઈન્ટ વધીને 5.2% થયું છે.

Nykaaનું એકંદર ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (GMV) જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 24% વધીને રૂ. 2,668 કરોડ થયું છે. સેગમેન્ટ મુજબ બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) GMV 24% વધ્યો. ક્વાર્ટર દરમિયાન BPC બિઝનેસ માટેના ઓર્ડર વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 9.5 મિલિયન થયા છે. તે જ સમયે, 30 જૂન, 2023 સુધીમાં, એન્યુઅલ યુનિક ટ્રાન્ઝેક્શન કસ્ટમર્સ (AUTC) 21% વધીને 10.3 મિલિયન થઈ ગયા છે. Nykaaએ જૂન ક્વાર્ટરના અંતે 152 સ્ટોર્સ સાથે ભૌતિક રિટેલ સ્પેસમાં વાર્ષિક ધોરણે 43% વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની માલિકીની બ્રાન્ડ GMV પણ વાર્ષિક ધોરણે લગભગ 40% વધી છે. ફેશન સેગમેન્ટમાં, GMV વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 654 કરોડ અને AUTC 30% વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 20.6 મિલિયન થઈ છે. Nykaa ફેશન પ્લેટફોર્મ પરના ઓર્ડર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 12% વધીને 1.3 મિલિયન થયા છે. જૂન ક્વાર્ટરમાં ફેશન કોન્ટ્રીબ્યુશન માર્જિન ગયા વર્ષના સમાન સ્તરે રહ્યું હતું.