અમદાવાદઃ યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો ગ્રે માર્કેટમાં બહુ ગાજેલો શેર સોમવારે લિસ્ટિંગ સમયે ડિસ્કાઉન્ટમાં ખૂલ્યો હતો. શેરદીઠ રૂ. 577ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 575ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 577 થઇ બપોરે 2 વાગ્યા આસપાસ રૂ. 549ની સપાટી આસપાસ બોલાતો હતો. જે રૂ. 28 (4.85 ટકા)નું ઇશ્યૂ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટ દર્શાવે છે. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સની મેન્યુફેક્ચરર યુનિપાર્ટ્સ ઈન્ડિયા લિ.નો આઈપીઓ અંતિમ દિવસે કુલ 25.32 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 4.62 ગણી અરજી કરી હતી. 10 લાખથી વધુ રકમના એનઆઈઆઈ બીડ્સ 19.46 ગણા સબ્ક્રિપ્શન સાથે એનઆઈઆઈ પોર્શન 17.86 ગણો ભરાયો હતો. ક્યુઆઈબી સૌથી વધુ 67.14 ગણુ ભરાયો હતું. ગ્રે માર્કેટમાં પ્રિમિયમ રૂ. 60 પ્રિમિયમ આસપાસ બોલાઇ ગયું હતું. ટૂંકમાં બહુ ગાજ્યા પછી નહિં વરસેલા આઇપીઓમાં યુનિટપાર્ટ્સ ઇન્ડિયાના આઇપીઓએ નામ નોંધાવ્યું છે.