Upcoming IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડ Blue Jet Healthcare અને 4 SME IPO યોજાશે
આગામી સપ્તાહે યોજાનારા આઈપીઓ
આઈપીઓ | સાઈઝ Cr. | પ્રાઈસ બેન્ડ (રૂ.) | GMP |
BlueJetHealth (Minboard) | 840.27 | 329-346 | 90 |
Maitrey Medicare | 14.89 | 78-82 | 30 |
Shanthala FMCGProd | 16.07 | 91 | 55 |
Paragon Fine And Sp. | 51.66 | 95-100 | 55 |
On Door Concepts | 31.18 | 208 | 30 |
અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શ્રાદ્ધપક્ષની સમાપ્તિ પછી ગત સપ્તાહે નવલાં નવરાત્રિમાં ઇશ્યૂની રમઝટની શરૂઆત કરનારા આઇઆરએમ એનર્જીના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ સાંપડ્યો છે. તેની પાછળ વધુ એક આકર્ષક આઇપીઓ આગામી સપ્તાહે ખૂલવા જઈ રહ્યો છે. મેઈન બોર્ડ ખાતે બ્લ્યૂ જેટ હેલ્થકેરનો રૂ. 840.27 કરોડનો આઈપીઓ 25 ઓક્ટોબરે ખૂલી રહ્યો છે. જ્યારે એસએમઈ સેગમેન્ટમાં 4 આઈપીઓ ધૂમ મચાવશે. વધુમાં વુમનકાર્ટ અને અરવિંદ એન્ડ કંપનીનો આઈપીઓ એનએસઈ ઈમર્જ ખાતે લિસ્ટિંગ કરાવશે.
Blue Jet Healthcare IPO: બ્લ્યૂ જેટ હેલ્થકેર 25થી 27 ઓક્ટોબરે આઈપીઓ લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 329-346 છે. ઈશ્યૂ સાઈઝ રૂ. 840.27 કરોડ અને માર્કેટ લોટ 43 શેર્સ છે. બ્લ્યૂ જેટ હેલ્થકેર 24285160 ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ વેચશે. આઈપીઓ બાદ પ્રમોટરનું હોલ્ડિંગ 86 ટકા થશે.
બે એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગઃ એસએમઈ સેગમેન્ટના બે આઈપીઓ આગામી સપ્તાહે લિસ્ટિંગ કરાવશે. જેમાં જામનગર સ્થિત કેરિંગ એન્ડ ફોરવર્ડિંગ બિઝનેસમાં સામેલ અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીનો રૂ. 14.74 કરોડનો આઈપીઓ 25 ઓક્ટોબરે એનએસઈ ઈમર્જ ખાતે લિસ્ટેડ થશે. અરવિંદ એન્ડ કંપનીનો આઈપીઓ સૌથી વધુ 385.03 ગણો ભરાયો હતો. વધુમાં દિલ્હી સ્થિત વુમનકાર્ટ પણ 27 ઓક્ટોબરે લિસ્ટિંગ કરાવશે. કંપનીએ રૂ. 86ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 9.56 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ઈશ્યૂ કુલ 67.48 ગણો ભરાયો હતો.