અમદાવાદ, તા. 31 માર્ચઃ કેન્દ્રિત અને સંકલિત બિઝનેસ સર્વિસ પ્લેટફોર્મ અપડેટર સર્વિસીસે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઈલ કર્યું છે. કંપની સમગ્ર ભારતમાં ઈન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ (“IFM”) સેવાઓ અને બિઝનેસ સપોર્ટ સેવાઓ (“BSS”) ઓફર કરે છે.

કંપની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે જેમાં (i) રૂ. 4,000 મિલિયન (રૂ. 400 કરોડ) સુધીના ઈક્વિટી શેરના નવા ઈશ્યૂ અને (ii) 13,300,000 (1.33 કરોડ) ઈક્વિટી શેર સુધીના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ દરેકના રૂ. 10 છે.

ઇશ્યૂના હેતુઓઃ

રૂ. 133 કરોડના દેવાઓની પુનઃ ચૂકવણી માટે, રૂ. 155 કરોડની મૂડી ખર્ચ જરૂરિયાતો સંતોષવા માટે, રૂ. 80 કરોડ ઇનઓર્ગેનિક પહેલ આગળ વધારવા માટે અને અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરમાં 13,300,000 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે જેમાં ટેન્ગી ફેસિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (“પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર”) દ્વારા 6,650,000 જેટલા શેર, ઇન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ-ટુ દ્વારા 1,330,000 સુધીના શેર્સ અને  ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ -આઈઆઈએ દ્વારા 5,320,000 જેટલા શેર.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સઃ

IIFL સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ અને SBI કેપિટલ માર્કેટ્સ