RBI Increases UPI Transaction: એજ્યુકેશન અને હેલ્થકેર સુવિધાઓ માટે UPI ટ્રાન્જેક્શન મર્યાદા વધારી રૂ. 5 લાખ કરી
મુંબઈ, 8 ડિસેમ્બરઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શિક્ષણ અને હેલ્થકેર સુવિધાઓ માટે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. જે અગાઉ રૂ. 1 લાખ હતી.
RBI ગવર્નર શક્તિકાંત દાસે તેમના MPC નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શિક્ષણ અને આરોગ્યસંભાળ સુવિધાઓ માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.”
આરબીઆઈએ SDF અને MSFને વિકએન્ડ, રજાઓમાં પણ અપ્રુવ કરવા મંજૂરી
“એલએએફ હેઠળ રિઝર્વ બેન્કની સ્થાયી સુવિધાઓના સંદર્ભમાં, અમે બેન્કો દ્વારા એમએસએફ અને એસડીએફ બંનેનો સૌથી વધુ ઉપયોગ નોંધ્યો છે. અમે આ પરિસ્થિતિને સંબોધવા 30 ડિસેમ્બર, 2023થી અમલમાં આવતા વિકએન્ડ અને રજાઓ દરમિયાન પણ SDF અને MSF બંને હેઠળ લિક્વિડિટી સુવિધાઓને રિવર્સલ કરવા મંજૂરી આપી છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ પગલાથી બેંકો દ્વારા વધુ સારા ફંડ મેનેજમેન્ટની સુવિધા મળશે. જો જરૂરી હોય તો, છ મહિના પછી અથવા તે પહેલાં આ પગલાની સમીક્ષા કરવામાં આવશે.”
વેબ એગ્રેગેશન ઓફ લોન પ્રોડક્ટ્સની જરૂરિયાત
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બેન્કે ગ્રાહકોના હિતોને નુકસાન પહોંચાડતી લોન પ્રોડક્ટ્સ પર ચિંતાઓની નોંધ કર્યા બાદ વેબ એગ્રેગેશન ઓફ લોન પ્રોડક્ટ્સ માટે વધુ જોગવાઈઓ ઘડવા નિર્ણય લીધો છે. Paytm, પોલિસી બજાર (PB ફિનટેક) દ્વારા ફાળવવામાં આવતી લોન પર વધુ કડક જોગવાઈઓ ઘડવામાં આવી છે. જેના પગલે શેર પર પ્રેશર જોવા મળ્યું છે. આ કંપનીઓના લોન બિઝનેસ પર અસર થવાની શક્યતા છે. MPC લોન ઉત્પાદનોના વેબ-એગ્રિગેશન માટે એક નિયમનકારી માળખું તૈયાર કરશે.
ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ, ₹15,000થી વધુના રિકરિંગ ટ્રાન્જેક્શન માટે હાલમાં એક વધારાનું પ્રમાણીકરણ પરિબળ (AFA) જરૂરી છે. આરબીઆઈએ મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન્સ, વીમા પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સ અને ક્રેડિટ કાર્ડની ચુકવણીની રિકરિંગ ચુકવણીઓ માટે આ મર્યાદાને પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹1 લાખ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આરબીઆઈએ પોતાની એમપીસી બેઠકના અંતે રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવા નિર્ણય લીધો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક રેટ 6.75 ટકા સાથે જાળવી રાખ્યો છે.