UTI મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઇ)એ UTI લોંગ ડ્યુરેશન ફંડ પ્રસ્તુત કર્યું છે. આ ફંડ ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે, જે ડેટ અને મની માર્કેટ માધ્યમોમાં પોર્ટફોલિયો મેકોલે ડ્યુરેશનની જેમ રોકાણ કરે છે, જેનો ગાળો 7 વર્ષથી વધારે છે. આ સ્કીમ વ્યાજના દરનું પ્રમાણમાં ઊંચું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવશે. એનએફઓ 6 માર્ચ, 2023ના રોજ ખુલ્યો છે અને 15 માર્ચ, 2023ના રોજ બંધ થશે.આ સ્કીમનો ઉદ્દેશ ડેટ અને મની માર્કેટના માધ્યમોના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને પર્યાપ્ત લિક્વિડિટી સાથે અસરકારક વળતર પ્રદાન કરવાનો છે.

UTI એએમસીના સીઆઇઓ શ્રી વેટ્રી સુબ્રમનિયમે કહ્યું કે, ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સના મિશ્રણમાં રોકાણ કરીને તમારા રોકાણ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવી મહત્વપૂર્ણ છે. એનાથી તમને જોખમ ઘટાડવામાં અને તમારા પોર્ટફોલિયોમાં વધઘટ ઓછી કરવામાં મદદ મળશે. લાંબી ગાળે ફિક્સ્ડ ઇન્કમ આપતાં ફંડ્સ લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો ધરાવતા રોકાણકારો માટે ઉચિત વિકલ્પ છે, જેમ કે નિવૃત્તિ માટે બચત કે બાળકના શિક્ષણ માટે ફંડ. આ ફંડ્સ આવકનો પ્રમાણમાં સ્થિર સ્તોત્ર પૂરો પાડી શકે છે, જે રોકાણના લાંબા ગાળે ચક્રવૃદ્ધિ અને મૂડી સંવર્ધનની સંભવિતતા પ્રદાન કરી શકે છે. ઉપરાંત લાંબા ગાળાના ડેટ ફંડ્સમાં રોકાણકારોને ત્રણ વર્ષ સુધી રોકાણ જાળવી રાખ્યાં પછી કરમુક્ત રીતે રકમ ઉપાડવાનો લાભ પણ મળી શકે છે. ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સમાં 3 વર્ષ માટે કેપિટલ ગેઇન્સ લાંબા ગાળાનો કેપિટલ ગેઇન્સ ગણાય છે અને ઇન્ડેક્સેશન બેનિફિટનો લાભ મેળવે છે. પરિણામે ઓછો કરવેરો ચુકવવાની જરૂર પડે છે, જે તેમને કરવેરાની ચુકવણી પછીના વળતરને મહત્તમ રીતે મેળવવા ઇચ્છતાં રોકાણકારો માટે આકર્ષક બનાવે છે.