ન્યુ ફંડની મહત્વપૂર્ણ તારીખ (NFO)

NFO OPEN18, ઓગસ્ટ
NFO CLESES28, ઓગસ્ટ
ALLOTMENT30, ઓગસ્ટ
બેન્ચમાર્કNIFTY મીડકેપ 150 TRI
લઘુત્તમ રોકાણ₹ 5,000/- અને ₹ 1/- ના ગુણાંકમાં

અમદાવાદ, 19 ઓગસ્ટઃ UTI મ્યુચ્યુઅલ ફંડ (UTI) એ UTI NIFTY મિડકેપ 150 ETF લોન્ચ કર્યું છે જે રોકાણકારોને એક જ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ મારફતે મિડકેપ કંપનીઓના સમગ્ર સેગમેન્ટમાં રોકાણ કરવાની અદ્વિતીય તક પૂરી પાડે છે. આ NFO 18 ઓગસ્ટે ખૂલ્યો છે અને 28 ઓગસ્ટે બંધ થાય છે તેમજ તે 05 સપ્ટેમ્બર, 2023, મંગળવારના રોજ ફરીથી ખુલશે. ETF સેગમેન્ટમાં UTIફ મ્યુચ્યુઅલ ફંડ પાસે હાલમાં 7 ETF પ્રોડક્ટ્સ છે – બ્રોડ લાર્જ કેપ પર આધારિત ઇન્ડાઇસિસ (NIFTY 50, સેન્સેક્સ, NIFTY નેક્સ્ટ 50 અને સેન્સેક્સ નેક્સ્ટ 50), સેક્ટોરલ થીમેટિક ઈન્ડેક્સ (NIFTY બેંક) અને કોમોડિટીઝ (ગોલ્ડ અને સિલ્વર) પર આધારિત ETFનો સમાવેશ થાય છે. સંપૂર્ણ માર્કેટ-કેપ કવરેજમાં UTI એમએફ પ્રોડક્ટોને વધુ વિસ્તૃત કરવા હેતુ કંપની હવે UTI NIFTY મિડકેપ 150 ETF સાથે મિડકેપ સેગમેન્ટમાં ETF લોન્ચ કરી રહી છે.

UTI મિડકેપ 150 ETF એક સાવધાનીપૂર્વક સંચાલિત સ્કીમ હશે અને આ સ્કીમ અંતર્ગત ઇન્ડેક્સ એટલે કે NIFTY મિડકેપ 150 ટીઆરઇના પર્ફોર્મન્સ જેવો દેખાવ કરશે.

આ લોન્ચિંગ પ્રસંગે UTI એએમસીના પેસિવ, આર્બિટ્રેજ એન્ડ ક્વોન્ટ સ્ટ્રેટેજીસના હેડ શ્રવણ કુમાર ગોયલે જણાવ્યું કે, UTI NIFTY મિડકેપ 150 ETF રોકાણકારોને મિડકેપ 150 ઇન્ડેક્સ મારફતે ભારતના મિડકેપ સેગમેન્ટમાં પ્રવેશવા સક્ષમ બનાવે છે, જે આકર્ષક વળતર અને ઇમર્જિંગ લિડર્સમાં એક્સપોઝરની સંભાવનાઓ પુરી પાડે છે. તેની ક્ષમતા સાથે, તે મિડકેપ માર્કેટ સેગમેન્ટમાં રોકાણ કરવા માટે ખર્ચ-અસરકારક માર્ગ તરીકે કાર્ય કરે છે.