નવી દિલ્હી: વેદાંતા લિ. (Vedanta Ltd.)નો 31 ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો 40.81 ટકા ઘટ્યો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,164 કરોડ સામે આ વર્ષે રૂ. 2,464 કરોડ નોંધાયો હતો. આવક 0.01 ટકા ઘટીને રૂ. 33,691 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 33,697 કરોડ હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 4,647 કરોડનું વચગાળાનું ડિવિડન્ડ આપવા મંજૂરી આપી છે. જે અંતર્ગત કંપની શેરદીઠ રૂ. 12.50નુ ચોથુ વચગાળાનુ ડિવિડન્ડ આપશે. જેની રેકોર્ડ તારીખ 4 ફેબ્રુઆરી, 2023 છે. વેદાંતાનું ત્રિમાસિક એલ્યુમિના ઉત્પાદન ક્વાર્ટર ઓન ક્વાર્ટર (QoQ)માં 2 ટકા ઘટીને 443 કિલોટન (kt) થયું છે જે કેલ્સિનર્સમાં જાળવણી પ્રવૃત્તિઓને કારણે છે. કર્ણાટક વેચાણપાત્ર આયર્ન ઓરનું ઉત્પાદન QoQમાં 32 ટકા વધીને 1.4 મિલિયન ટન નોંધાયું છે. પિગ આયર્નનું ઉત્પાદન ત્રિમાસિક ધોરણે 66 ટકા વધ્યું હતું. સ્ટીલનું વેચાણપાત્ર ઉત્પાદન 306kt હતું, જે બ્લાસ્ટ ફર્નેસમાં જાળવણી પ્રવૃત્તિઓને કારણે 6 ટકા QoQ ઓછું હતું. કંપનીએ જણાવ્યું હતું કે તે 31મી ડિસેમ્બર 2022 સુધીમાં રૂ. 23,474 કરોડની તંદુરસ્ત રોકડ અને રોકડ સમકક્ષ જાળવવાનું ચાલુ રાખે છે.
Vedanta Ltd.નો શેર આજે 1.96 ટકા ઘટી 319.85 પર બંધ રહ્યો હતો. સ્ક્રિપ્સે ગઈકાલના બંધ 326.25 સામે આજે ઈન્ટ્રા ડે 329.55ની ટોચ અને 313.55ની બોટમ બનાવી હતી.