મુંબઇ, અમદાવાદ, 19 ઓગસ્ટ: ફોક્સવેગન ઈન્ડિયાએ ગુજરાતમાં છ નવા ટચપોઈન્ટના ઉદ્ઘાટન સાથે તેની નેટવર્ક ફૂટપ્રિન્ટને મજબૂત બનાવી  છે. રાજ્યભરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત માર્કેટ્સમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરતા, નવા ટચપોઇન્ટ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, ભરૂચ અને બારડોલીમાં છે. ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાત હંમેશા ફોક્સવેગન ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. પ્રીમિયમ મોબિલિટી ઓફરિંગની માંગમાં જબરદસ્ત વધારો થયો છે જે આ માંગને પૂરી કરવા માટે ફોક્સવેગન જેવી બ્રાન્ડ્સને તેના નેટવર્કની હાજરીને વિસ્તૃત કરવા માટે કંપની પાસે 15 સેલ્સ અને 8 સર્વિસ ટચપોઇન્ટ્સનું મજબૂત નેટવર્ક છે.

ગુજરાતમાં વેચાણ ગ્રોથ 14 ટકા સુધી લઇ જવાશે

ગુજરાતમાં છ નવા ટચપોઈન્ટનું ઉદ્ઘાટન ઓટોમાર્ક ગ્રુપ અને ફોક્સવેગન ઈન્ડિયા વચ્ચે ગાઢ સહયોગને પ્રોત્સાહન આપે છે. નવા ટચપોઇન્ટનું મેનેજમેન્ટ 65 સક્ષમ, કુશળ અને પ્રશિક્ષિત સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવશે. ઓટોમાર્ક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ગરિમા મિશ્રાએ જણાવ્યું કે, અમે, ગ્રુપ લેન્ડમાર્ક ખાતે, ગુજરાત રાજ્યમાં ફોક્સવેગન નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યા છીએ. આજે છ નવા ટચપોઇન્ટ્સના ઉમેરા સાથે, ભાવિ  મુસાફરી માટે સલામત, જર્મન-એન્જિનિયર્ડ અને ફન-ટુ-ડ્રાઇવ કાર ઓફર કરીએ છીએ. નવી કારના વેચાણની સાથે, બ્રાન્ડના પ્રી-ઓન્ડના કાર વ્યવસાયમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ફોક્સવેગન ઈન્ડિયાને આણંદ, ભરૂચ અને બારડોલીમાં તેના નેટવર્કની હાજરીને વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરીને દસ વેલ્ટઓટો (DWA)નો બિઝનેસ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ 25% વધ્યો છે. ભારતમાં ફોક્સવેગનનું કુલ નેટવર્ક 183 સેલ્સ અને 131 સર્વિસ સુવિધાઓ ધરાવે છે જેમાંથી 15 સેલ્સ અને 8 સર્વિસ ટચપોઇન્ટ ગુજરાત રાજ્યમાં છે

કંપની લોઅર પ્રિમિયમ સેગ્મેન્ટ (રૂ. 15-20 લાખ)ની રેન્જ ઉપર વધારશે ફોકસ

કંપની લોઅર પ્રીમિયમ સેગમેન્ટ એટલે કે રૂ.14 લાખથી રૂ.20 લાખ સુધીની કારના વેચાણ પર ફોકસ ધરાવે છે એમ કંપનીના ભારતના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું. કંપનીએ ત્રણ વર્ષ પહેલાં જ સ્ટ્રેટેજી બદલીને હાયર મિડલ સેગમેન્ટમાં પેસન્જર કાર અને એયુવીનું વેચાણ શરૂ કર્યું છે. હાલ કંપની એસયુવી અને સેડાન સેગમેન્ટમાં અનુક્રમે ટૈગન અને વિટ્રસ પેસેન્જર વ્હિકલ ધરાવે છે. કંપનીએ ઇન્ડિયા 2.0 હેઠળ રૂ.8,000 કરોડની રોકાણ યોજના અમલી કરી છે. મેટ્રો શહેરોની સાથે-સાથે ટીયર 2-3માંથી પણ મજબૂત માગ રહી છે. ગુજરાતમાં વેચાણ ગ્રોથ 10 ટકા છે, તેને આગામી વર્ષોમાં વધારીને 14 ટકા સુધી લઈ જવાશે, એમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું, કંપની દર મહિને 450 વાહનોનું વેચાણ ધરાવે છે તે વધારીને 600 સુધી લઈ જવાશે. એસયુવીનો હિસ્સો 60 ટકા તો સેડાનનો 40 ટકા રહ્યો છે. 2025 સુધીમાં ​​​​​​​દેશમાં કુલ વેચાતા પેસન્જર વાહનોમાં એસયુવીનો હિસ્સો 45થી 50 ટકા થઈ જશે.