વડોદરા, માર્ચ 24: ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ. (Wardwizard Innovations and Mobility Ltd.)એ 1 GWhની ક્ષમતા સાથે લિથિયમ-ઈયોન બૅટરી એસેમ્બલી લાઇનની કામગીરીનો પ્રારંભ કર્યો છે. વડોદરા ખાતે ઈવી એન્સિલરી ક્લસ્ટરના ફેઝ-1 હેઠળ આ ઑપરેશન શરૂ થયું છે. વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ મોબિલિટી લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર યતીન ગુપ્તાએ કહ્યું હતું કે ચેસિસ, મોટર તેમજ સ્ટીલ પાર્ટ ઉપરાંત લિથિયમ-ઈઓન સેલ્સ સહિત અન્ય કોમ્પોનન્ટનું પણ ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરીશું.કંપની તેનાં આર એન્ડ ડી ઑપરેશન્સ વિસ્તારવાની તેમજ ઈવી એન્સિલરી ક્લસ્ટરમાં ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે.