બ્યૂટી, પર્સનલ કેર, ટ્રાવેલ અને હેલ્થ સહિત સેવાઓ સૌથી વધુ પસંદગીની શ્રેણી રહીમહિલાઓ દ્વારા 61 ટકાનો વધારો રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પેમેન્ટ વલણ દર્શાવે છેટીઅર-3 અને તેનાથી નાના શહેરોમાં 41-50 વર્ષની વયજૂથની મહિલાઓ દ્વારા ટ્રાન્જેક્શનમાં નોંધપાત્ર વધારો

અમદાવાદ, 18 માર્ચઃ ગુજરાતમાંથી વિવિધ જરૂરિયાતોને વાજબી દરે અને સરળતાથી મેળવવાના હેતુ સાથે 2022ની તુલનાએ 2023માં સૌથી વધુ મહિલાઓ ઓનલાઈન પ્લેટફોર્મ તરફ વળી હોવાનો રિપોર્ટ સિમ્પલ ચેકઆઉટ સ્કેન દ્વારા જારી કરવામાં આવ્યો છે. મહિલાઓ બ્યૂટી અને પર્સનલ કેર, ફૂડ-બેવરેજીસ, મુસાફરીઓ, હેલ્થકેર સહિતની કેટેગરીમાં ઓનલાઈન ઓર્ડર-ચેકઆઉટમાં 61 ટકા વૃદ્ધિ રાષ્ટ્રીય સ્તરે બદલાતુ વલણ દર્શાવે છે. ઓર્ડર ચેકઆઉટ્સમાં આ વૃદ્ધિ એ નાના બજારોના ગ્રાહકો, ખાસ કરીને મહિલાઓના જીવનમાં સગવડતાના વધતા મહત્વનો પુરાવો છે. દેશભરમાં ટીઅર-3 અને તેનાથી નાના શહેરોમાં 41થી 50 વર્ષ વયજૂથની મહિલાઓ દ્વારા ઓનલાઈન ઓર્ડર ચેકઆઉટમાં 54 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

હૈદરાબાદ, અમદાવાદ, પુણે, ચેન્નઈ અને કોલકાતાની સાથે કાંચીપુરમ, નૈનીતાલ, મધુબની, શિમલા અને કાનપુર જેવા શહેરોએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. વધુમાં, 2022ની સરખામણીમાં 2023 માં સરેરાશ ઓર્ડર મૂલ્યમાં 15%નો વધારો થયો છે.

વાર્ષિક ધોરણે 2023માં મહિલાઓ દ્વારા થતા ઓનલાઈન ટ્રાન્જેક્શન 50 ટકા વધ્યા છે. જેમાં સર્વિસ, બ્યૂટી એન્ડ પર્સનલ કેર, ટ્રાવેલ, હેલ્થકેર અને એફએન્ડબી સેગમેન્ટમાં ક્રમશઃ 1268 ટકા, 160 ટકા, 79 ટકા, 40 ટકા, અને 23 ટકા વધ્યા છે. બ્યૂટી એન્ડ પર્સનલ કેરમાં સૌથી વધુ પસંદગીનુ મર્ચન્ટ નાયકા, સર્વિસિઝમાં બુકમાયશો, નોબ્રોકર, ડ્રાઈવયુ, ફૂડ એન્ડ ડિલિવરીમાં ઝોમેટો, બ્લિન્કિટ, સ્વિગી રહ્યુ છે. હેલ્થકેર કેટગેરીમાં ટ્રાન્જેક્શન ગ્રોથ 40 ટકા વધ્યો છે. જેમાં સૌથી વધુ પસંદગીની એપ એપોલો 24/7 રહી છે. જે ગ્રાહકોના આરોગ્ય પ્રત્યેના કોમ્પ્રેહેન્સિવ વલણ પર ભાર મૂકે છે.

સિમ્પલના વાઈસ પ્રેસિડન્ટ અને પાર્ટનર સક્સેસ અશ્વિની  રવિન્દ્રનાથે આ ટ્રેન્ડ વિશે જણાવ્યું હતું કે, ખાસ કરીને 41-50 વર્ષની વયજૂથની મહિલાઓ દ્વારા સૌથી વધુ ઓનલાઈન ટ્રાન્જેક્શન નોંધાયા છે. નાના શહેરોમાં પણ ઈ-કોમર્સનો વ્યાપ અને સિમ્પલનું ઈન્સ્ટન્ટ ટેપ ચેકઆઉટની લોકપ્રિયતા સતત વધી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)