વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે
મુંબઈ ખાતે 18-20 ઓક્ટોબર દરમિયાન નવીનીકરણક્ષમ ઊર્જાનું પ્રદર્શન વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (WOCI) શોની 9મી આવૃત્તિ યોજાશે
અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ભારતની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 18મી 20મી ઓક્ટોબર, 2023 વચ્ચે એશિયાનું સૌથી વિશાળ નવીનીકરણક્ષમ ઊર્જાનું પ્રદર્શન વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (WOCI) શોની 9મી આવૃત્તિનું આયોજન કરાયું છે. વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (WOC) નામાંકિત વર્લ્ડ ઓફ કોન્ક્રીટ લાસ વેગાસની ભારતીય સમોવડિયા તરીકે કામ કરતાં કોન્ક્રીટ ઉદ્યોગને સમર્પિત રાષ્ટ્રનું અજોડ પ્રદર્શન તરીકે ગૌરવ લે છે.
ઇવેન્ટમાં કોણ કોણ લેશે ભાગ
10,000 ઉદ્યોગના વ્યાવસાયિકો | 200થી વધુ વૈશ્વિક પ્રદર્શનકારી |
કોન્ક્રીટ ઉદ્યોગમાંઅત્યાધુનિક પ્રોડક્ટ ઉત્પાદકો | ટેકનોલોજીઓ અને નવીતાનું પ્રદર્શન |
પ્રદર્શનમાં કોન્ક્રીટ, મેસનરી, બાંધકામ અને સંબંધિત ઉપકરણો ક્ષેત્રોમાં પ્રોડક્ટોની વ્યાપક શ્રેણીઓ રજૂ કરાશે, આર્કિટેક્ટો, એન્જિનિયરો, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને પ્રોજેક્ટ મેનેજરોમાં જ્ઞાનનું આદાનપ્રદાન કરાશે.
નવીનતા અને સક્ષમતા પર કેન્દ્રિત મુખ્ય થીમ સાથે વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023 ત્રણ દિવસના પ્રદર્શનમાં અત્યાધુનિક કોન્ક્રીટ ટેકનોલોજીઓ, ઉપકરણો અને ઉદ્યોગને આકાર આપતી નવીનતાઓ પ્રદર્શિત કરવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. તેમાં વ્યાપક ત્રણ દિવસનું નોલેજ ફોરમ અને કોન્ફરન્સમાં ડિજિટલાઈઝેશન અને પ્રીકાસ્ટ કન્સ્ટ્રકશન સહિત ઊભરતા પ્રવાહો પર સંબોધન કરાશે. હાજરી આપનારને એઆઈ ઈન કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ્સ પર શ્વેતપત્ર રજૂ થતું જોવા મળશે. ઉપરાંત ઉદ્યોગના પડકારો પર સીઈઓ અને સીટીઓ ચર્ચાવિચારણા કરશે અને રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સિદ્ધિ અને ઉત્કૃષ્ટતા માટે એવોર્ડસ આપીને સન્માન કરાશે. ઉપરાંત પ્રોડક્ટ લોન્ચ, પ્રદર્શન, માસ્ટરક્લાસીસ, બીટુબી મિટિંગો અને વોટરપ્રૂફિંગ તથા ડ્રાય મોર્ટાર માટે વિશિષ્ટ પેવિલિયન જેવાં અનેક ઘટકો પણ હશે. એકત્ર મળીને આ તત્ત્વો વ્યાપક અને માહિતીસભર ઈવેન્ટ નિર્માણ કરશે, પ્રોડક્ટ પ્રસ્તુતિકરણને પ્રમોટ કરાશે, પ્રવાહની ખોજ અને બાંધકામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટની ઉજવણી પણ કરાશે.
પ્રી-ઈવેન્ટ ખાસ કોન્ફરન્સનું આયોજન કરાયું
અમદાવાદ ખાતે યોજાયેલી પ્રિ- ઈવેન્ટમાં ઉચ્ચ સ્તરીય આગેવાનોમાં ગિફ્ટ સિટીના સીઓઓ અરવિંદકુમાર રાજપૂત, બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા, અમદાવાદ સેન્ટરના ચેરમેન કેવલ આર પરીખ, એમ. આર. પટેલ, ડાયરેક્ટર, તૃષ્ણા સ્પેશિયાલિટી કેમિકલ, ચિર-આયુ કંટ્રોલ્સ પ્રા, લિ.ના ડાયરેક્ટર શૈલેષ ચૌહાણ, ડ્રાય મોટર કન્સલ્ટન્ટ, અને ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના સિનિયર ગ્રુપ ડાયરેક્ટર રજનીશ ખત્તરનો સમાવેશ થતો હતો. ડબ્લ્યુઓસી ઈન્ડિયા 2023 માટે ધારણાઓ પર બોલતાં ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે અમૃત અને સ્માર્ટ સિટી મિશન હેઠળ અનેક પ્રોજેક્ટોની પૂર્ણતા અમારા ક્ષેત્રની સંભાવના અધોરેખિત કરે છે. ઉપરાંત પૂર્વસક્રિય પગલાં, જેમ કે, ટિયર 2 અને ટિયર 3 શહેરના વિકાસ માટે અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (યુઆઈડીએફ) અને મહત્ત્વપૂર્ણ પરિવહન પ્રોજેક્ટોમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કનેક્ટિવિટી સમૃદ્ધ બનાવશે અને ઉદ્યોગની પ્રગતિ કરશે. ભારતની બાંધકામ બજાર 2025 સુધી અધધધ 1.4 ટ્રિલિયન ડોલરે પહોંચવા સુસજ્જ હોઈ 51 મિલિયન લોકોને રોજગાર આપીને અને ભારતની જીડીપીમાં 9 ટકા યોગદાન આપીને દુનિયામાં સૌથી મોટી યોગદાનકર્તામાંથી એક છે.