ઇશ્યૂ ખૂલશે26 જુલાઇ
ઇશ્યૂ બંધ થશે28 જુલાઇ
એલોટમેન્ટ2 ઓગસ્ટ
લિસ્ટિંગતા. 7 ઓગસ્ટ
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 285-300
લોટ સાઇઝ50 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 490 કરોડ
લિસ્ટિંગNSE, BSE

અમદાવાદ, 26 જુલાઇઃ યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસિસ લિમિટેડે 18 એન્કર રોકાણકારોને 6,865,506 ઇક્વિટી શેર ફાળવ્યા છે અને કંપનીના સૂચિત IPO અગાઉ રૂપિયા 206 કરોડ એકત્ર કર્યા છે, જેમાં પ્રતિ શેર ₹ 10ની ફેસ વેલ્યુ પર ઇક્વિટી શેર દીઠ ₹300ની અપર પ્રાઇસ બેન્ડ છે ( રૂ. 290 પ્રતિ ઈક્વિટી શેરના પ્રીમિયમ સહિત). એન્કર રોકાણકારોને કુલ 6,865,506 ઇક્વિટી શેરની ફાળવણીમાંથી 2,444,000 ઇક્વિટી શેર (એટલે ​​​​કે એન્કર રોકાણકારોને કુલ ફાળવણીના 35.60%) કુલ 05 સ્કીમ્સ દ્વારા 05 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવવામાં આવ્યા હતા. ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને IIFL સિક્યોરિટીઝ લિમિટેડ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

2008માં સ્થાપિત YATHARTH હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 285-300ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 26 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા. 28 જુલાઇના રોજ બંધ થશે. બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.