મુંબઈઃ ટ્રાન્સયુનિયન સિબિલ ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (સીએમઆઇ) રિપોર્ટના તારણો મુજબ, સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણની માગ ઊંચી જળવાઈ રહી હતી, જેની સાથે ઓરિજિનેશન્સમાં સંબંધિત વધારો થયો છે. ટ્રાન્સયુનિયન સિબિલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રાજેશ કુમારે કહ્યું હતું કે, 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓ રિટેલ ધિરાણની પૂછપરછમાં 43 ટકા હિસ્સો ધરાવતા હતા, જે વર્ષ 2021માં સમાન ત્રિમાસિક ગાળામાં 38 ટકા અને અગાઉના વર્ષમાં 33 ટકા હિસ્સો ધરાવતા હતા. 100નો લેટેસ્ટ સીએમઆઇ મોંઘવારી અને વ્યાજના દરો જેવા અનિશ્ચિત બૃહદ્ આર્થિક પરિબળો હોવા છતાં ભારતનાં મજબૂત રિટેલ ધિરાણ બજારમાં સતત વૃદ્ધિ પર ભાર મૂકે છે.

સપ્ટેમ્બર, 2022માં પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ધિરાણ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ પર્સનલ લોનની હતી અને ત્યારબાદ ક્રેડિટ કાર્ડની રહી હતી. જ્યારે પર્સનલ લોન માટે પૂછપરછના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 109 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2021માં સમાન ત્રિમાસિક ગાળામાં 91 ટકાનો વધારો હતો, ત્યારે ક્રેડિટ કાર્ડ માટે પૂછપરછના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 102 ટકાનો વધારો થયો હતો, જે એક વર્ષ અગાઉ સમાન ત્રિમાસિક ગાળામાં 33 ટકાની વૃદ્ધિ હતી.

તમામ વયજૂથો અને સ્થાનમાં ઋણધારકની પ્રોફાઇલમાં ફેરફાર

છેલ્લાં ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર, 2019થી સપ્ટેમ્બર, 2022 વચ્ચે ધિરાણની પહોંચ તમામ વયજૂથમાં વધી છે. ઓછામાં ઓછું એક ધિરાણ ઉત્પાદન ધરાવતા 18થી 30 વર્ષની વયજૂથમાં ઉપભોક્તાઓનું પ્રમાણ 14 ટકાથી વધીને 19 ટકા થયું છે; 31થી 45 વર્ષની વયજૂથમાં આ પ્રમાણ 26 ટકાથી વધીને 35 ટકા થયું છે; અને 46+ વર્ષની વયજૂથના લોકો વચ્ચે આ પ્રમાણ 23 ટકાથી વધીને 32 ટકા થયું છે. સ્થાનની દ્રષ્ટિએ જોઈએ તો મોટા ભાગની પૂછપરછ (31 ટકા) હજુ પણ મેટ્રો વિસ્તારોમાંથી છે, પણ આ હિસ્સો ધીમે ધીમે ઘટી રહ્યો છે. એનાથી વિપરીત ગ્રામીણ વિસ્તારોમાંથી પૂછપરછની સંખ્યા દર વર્ષે એક પર્સન્ટેજ પોઇન્ટ વધી છે, જે સપ્ટેમ્બર, 2020માં 20 ટકાથી વધીને સપ્ટેમ્બર, 2022માં તમામ પૂછપરછમાં 22 ટકા થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાંથી પૂછપરછ અનુક્રમે 21 ટકા અને 26 ટકા જળવાઈ રહી છે.

માગમાં વૃદ્ધિની સાથે ધિરાણનો પુરવઠો સતત વધતો રહેશે, જેમાં અર્ધશહેરી અને ગ્રામીણ ઉપભોક્તાઓ 56 ટકા ઓરિજિનેશન્સ ધરાવે છે તથા યુવાન ઉપભોક્તાઓ (18થી 30 વર્ષની વયજૂથ) ઓરિજિનેશન્સનો 37 ટકા હિસ્સો ધરાવે છે – જે વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો છે.

લેટેસ્ટ સીએમઆઇનું વિશ્લેષણ ઋણધારકની પ્રોફાઇલમાં સુધારો પણ સૂચવે છે, જેમાં આશરે એક-તૃતિયાંશ (32 ટકા) ઉપભોક્તાઓ પ્રાઇમ*** સ્કોર ધરાવે છે, જે વર્ષ 2021માં સમાન ગાળાથી ચાર ટકાનો વધારો છે. સમાન ગાળામાં 38 ટકા નીયર-પ્રાઇમ ઉપભોક્તાઓએ વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ્રાઇમ સ્ટેટ્સ હાંસલ કર્યું છે.