યુઝર બેઝ સાથે ખર્ચના વ્યવસ્થાપન કંપની ઝેગલ પ્રીપેઇડ ઓશન સર્વિસીસ લિમિટેડએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એક્સચેન્જ એન્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે.

કંપનીની કામગીરી અંગે

કંપની બિઝનેસ-ટૂ-બિઝનેસ-ટૂ-કસ્ટમર સેગમેન્ટમાં કામ કરે છે તથા ફાઇનાન્શિયલ ટેકનોલોજી ઉત્પાદનો અને સેવાઓની વિવિધતાસભર ઓફર સાથે વિશિષ્ટ પોઝિશન ધરાવતી ઓછી કંપનીઓમાં સામેલ છે. આ એના ચોક્કસ બેંકિંગ પાર્ટનર્સ સાથે ભારતમાં સૌથી વધુ ઇશ્યૂ કરેલા પ્રીપેઇડ કાર્ડની સંખ્યા પૈકીની એક ધરાવે છે (31 માર્ચ, 2022 સુધી કુલ પ્રીપેઇડ નાણાકીય વ્યવહારોના મૂલ્યનો 12.7 ટકા હિસ્સો), સોફ્ટવેર એઝ એ સર્વિસનો વિવિધતાસભર પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં કરવેરા અને પેરોલ સોફ્ટવેર તથા ટચપોઇન્ટની બહોળી પહોંચ સામેલ છે.

ઇશ્યૂ સાઇઝ એટ એ ગ્લાન્સ

કંપનીએ ઇક્વિટી શેરના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) મારફતે ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે, જેમાં દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ રૂ. 1 છે. આ ઓફરમાં રૂ. 4,900 મિલિયન (“ફ્રેશ ઇશ્યૂ”) સુધીનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર વિક્રેતા શેરધારક અને રોકાણકાર વિક્રેતા શેરધારક દ્વારા 10,526,316 ઇક્વિટી શેર સુધીના વેચાણની ઓફર સામેલ છે.

ઇશ્યૂ યોજવા માટેનો હેતુ

ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ફંડનો ઉપયોગ આ ઉદ્દેશ માટે કરવાની દરખાસ્ત છે – (i) ગ્રાહક મેળવવા અને રીટેન્શન તરફનો ખર્ચ અંદાજિત રૂ. 3,000 મિલિયન; (ii) ટેકનોલોજી અને ઉત્પાદનોના વિકાસ માટે અંદાજે રૂ. 400 મિલિયનનો ખર્ચ; (iii) કંપનીએ લીધેલી લોનની પુનઃચુકવણી/આગોતરી-ચુકવણી, સંપૂર્ણપણે કે આંશિક રીતે, અંદાજે રૂ. 180 મિલિયન અને (iv) બાકીની રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ ઉદ્દેશ માટે થશે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ

ICICI સીક્યોરિટીઝ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ, IIFL સીક્યોરિટીઝ અને JM ફાઇનાન્શિયલ.

કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ

બીએસઈ અને એનએસઈ પર થશે.