ટીસીએસના પરીણામ પૂર્વે આઇટી ઇન્ડેક્સ 295 પોઇન્ટ પ્લસઃ 28827 પોઇન્ટ

INFY 1.52 ટકા TECHમહિન્દ્રા 1.08 ટકા TCS 0.87 ટકા HCL ટેક 0.68 ટકા અને WIPRO 0.50 ટકા સુધર્યા

અમદાવાદ 12 એપ્રિલઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કરેક્શન મોડમાંથી બહાર આવી રહ્યા હોવાના સંકેત રૂપે મંગળવારે સેન્સેક્સ વધુ 235.05 પોઇન્ટના ઉછાળા સાથે 60392.77 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 60437.64 પોઇન્ટની ટોચે પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 90.10 પોઇન્ટના સુધારા સાથે 17800 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરી 17812.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટોરલ્સમાં જોવા મળી સુધારાની આગેકૂચ

આજે ખાસ કરીને હેલ્થકેર આઇટી ટેકનોલોજી સુગર ઓટો શેર્સમાં સુધારાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. જ્યારે પાવર કેપિટલ ગડ્સ અને એફએમસીજી શેર્સમાં સાધારણ નરમાઇની ચાલ રહી હતી.

8 દિવસમાં સેન્સેક્સે લગાવી 2779 પોઇન્ટની છલાંગ

DateOpenHighLowClose
28/03/202357751.5057949.4557494.9157613.72
29/03/202357572.0858124.2057524.3257960.09
31/03/202358273.8659068.4758273.8658991.52
3/04/202359131.1659204.8258793.0859106.44
5/04/202359094.7159747.1259094.4059689.31
6/04/202359627.0159950.0659520.1259832.97
10/04/202359858.9860109.1159766.2359846.51
11/04/202360028.6060267.6859919.8860157.72
12/04/202360180.2060437.6460094.6960392.77

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને બન્યા પોઝિટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3615 પૈકી 2067 સ્ક્રીપ્સમાં સુધારો અને 1435 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ સેન્સેક્સ પેકની 30 પૈકી 17 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ખાસ કરીને આઇટી કંપનીઓમાં આકર્ષણ વધ્યું હતું.

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ361520671435
સેન્સેક્સ301713

ડિવિઝ લેબ 9.72 ટકા અને લૌરસ લેબ્સ 6.78 ટકા ઉછળ્યા

હેલ્થકેર ઇન્ડેક્સ આજે 497 પોઇન્ટના ઉછાળા સાથે 22883 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સના ઉછાળામાં ડિવિઝ લેબનો ફાળો 132 પોઇન્ટનો રહેવા સાથે શેર 9.72 ટકા ઉછાળા સાથે રૂ. 3212.05ની સપાટીએ બંધ રહ્યો હતો.

અન્ય ફાર્મા શેર્સનો ઝળકાટ એક નજરે

કંપનીબંધસુધારો (ટકા)
સુવેન58.267.65
સોલારા363.006.84
લોરસ લેબ323.106.78
મેક્સ હેલ્થ480.106.56
ગુજ થેમીસ725.805.94

વર્ષની ટોચે પહોંચેલી બ્લૂચીપ સ્ક્રીપ્સ એટ એ ગ્લાન્સ

Name LTP52 WHighPrevious 52 W High(Date)All Time (Price/Date)
BAJAJ-AUTO428643054183 (11 Apr 2023)4361 (4 Feb 2021
CYIENT109510991088 (11 Apr 2023)1860 (4 Jan 2000)
DRREDDY487849174805 (11 Apr 2023)5614 (7 Jul 2021)
LINCOPH396406393 (11 Apr 2023)415 (30 Sep 2021)
ZYDUSLIFE503506502 (11 Apr 2023)2160 (1 Oct 2015)