અમદાવાદ, 2 ઓક્ટોબરઃ વિદેશ ભણવા જતાં, ફરવા જતાં લોકો માટે નવો કર લાગૂ થયો છે. જેના દ્વારા વિદેશ પ્રવાસ મોંઘો થયો છે. 1 ઓક્ટોબરથી અમલી નવા દરો મુજબ રૂ. 7 લાખના ફોરેન રેમિટન્સ પર કોઈ ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ (TCS) લાગૂ થશે નહિં. જ્યારે ફોરેન ટૂર પેકેજના બુકિંગ પર 7 લાખ સુધીના ખર્ચ માટે 5 ટકા ટીસીએસ અને ત્યારબાદ 20 ટકા ટીસીએસ લાગૂ થશે.

સરકારે વિદેશ યાત્રાઓ માટે વિદેશી ચલણ અને ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરનારાઓને 7 લાખ રૂપિયા સુધી ટીસીએસમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાદમાં 20 ટકા ટીસીએસ લાગૂ થશે.

શિક્ષણ અર્થે અને તબીબી સારવાર માટે વિદેશ મોકલાતી રકમ પર TCS દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 7 લાખથી વધુ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર TCS અંગે હજી સરકારે કોઈ પણ કોઈ સ્પષ્ટતા નથી.

જાણો શું છે ફોરેન રેમિટન્સ

ભારતીયો વિદેશમાં મુસાફરી કરવા, સંપત્તિ ખરીદવા, રોકાણ કરવા નાણા મોકલે છે. ત્યારે તેને ટીસીએસ હેઠળ આવરી લેતાં કર વસૂલવામાં આવે છે. જે 2023ના કેન્દ્રીય બજેટમાં મોટાભાગના રેમિટન્સ (મેડિકલ અને શૈક્ષણિક ખર્ચ સિવાય) માટે પહેલાં 5 ટકાથી વધારી 20 ટકા કર્યો છે. આવા ટ્રાન્સફર LRS (લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ શક્ય બને છે.