અમદાવાદ

ચાલુ કેલેન્ડર વર્ષ આઈપીઓ માર્કેટ માટે શુકનવંતુ સાબિત થઈ રહ્યું છે. અત્યારસુધીમાં કુલ રૂ. 12301.51 કરોડના આઈપીઓ લિસ્ટિંગ કરાવી ચૂક્યા છે. જેમાં એકને બાદ કરતાં તમામ 15માં પોઝિટીવ રિટર્ન જોવા મળ્યું છે.

આ સપ્તાહે 813 કરોડના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. ટૂંકસમયમાં તાતા ટેક્નોલોજીસ પણ આઈપીઓ લાવી રહી છે. જેમાંથી 14માં 100 ટકા સુધી રિટર્ન જોવા મળ્યું છે.

Cyient DLMનો આઈપીઓ 108 ટકા રિટર્ન સાથે ટોપ પર્ફોર્મર રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી યોજાયેલા 15 આઈપીઓમાં સૌથી વધુ 110.77ગણો સબ્સ્ક્રાઈબ્ડ થનાર ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સના આઈપીઓમાં 91 ટકા રિટર્ન મળી રહ્યું છે.

આ વર્ષે 18 ઓગસ્ટ સુધી 15 આઈપીઓમાંથી 3 આઈપીઓએ ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાંથી HMA Agro  અને Avalon Technologiesના આઈપીઓ શેર્સ ગઈકાલના બંધ સામે 7.75 ટકા અને 12.21 ટકા રિર્ટન આપી રહ્યા છે. જ્યારે ઉદયશિવકુમાર ઈન્ફ્રાનો આઈપીઓ ડિસ્કાઉન્ટ સાબિત થયો છે.

ઉદયશિવકુમાર ઈન્ફ્રામાં 12 ટકા ઘટાડો

ઉદયશિવકુમાર ઈન્ફ્રાએ 3 એપ્રિલના રોજ રૂ. 66 કરોડનો આઈપીઓ 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયા હતા. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 35 સામે ગઈકાલે 30.79 પર બંધ રહેવા સાથે હાલ 12.03 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જે ચાલુ કેલેન્ડર વર્ષનો એકમાત્ર નેગેટિવ રિટર્ન આપતો આઈપીઓ છે.

ટોપ ગેઈનર્સ

આઈપીઓઈશ્યૂ પ્રાઈઝછેલ્લો બંધરિટર્ન
Cyient DLM265553.4108.83%
Utkarsh Small Finance Bank2547.7691.04%
Sah Polymers65114.4476.06%
Mankind Pharma10801836.3570.03%
NetWeb Technologies500794.5558.91%