લાર્સન એન્ડ ટૂબ્રોના પરિવહન માળખાગત વ્યવસાયે પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ પાસેથી વિવિધ ઓર્ડર મેળવ્યાં છે. કંપનીએ તમિલનાડુ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઇપીસી) મોડમાં સેક્શન-2ના ચેન્નાઈ પેરિફેરલ રિંગ રોગ ઇપીસી-02 પેકેજનું નિર્માણ કરવાનો ઓર્ડર મેળવ્યો છે. કામમાં ફ્લેક્સિબ્લ પેમેન્ટ સાથે 12.80 કિલોમીટરની લંબાઈ ધરાવતો સિક્સ-લેન ગ્રીનફિલ્ડ હાઇવે, ટૂ લેન સર્વિસ રોડ અને ગ્રેડ ઇન્ટરેસેક્શન્સ પર કેરિજવેની બંને બાજુએ પેવ શોલ્ડર્સ, મોટા/નાનાં પુલો, વેહિક્યુલર/લાઇટ વેહિક્યુલર/નાનાં વેહિક્યુલર અંડરપાસ તથા નાળાનું નિર્માણ સામેલ છે, જેનું 7 વર્ષ માટે મેઇન્ટનન્સ કરવામાં આવશે. પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયના સબસ્ટેશન વ્યવસાય એકમ સાથે રેલવે વ્યવસાય એકમે ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન (યુપીએમઆરસીએલ) લિમિટેડ પાસેથી ઓર્ડર મેળવ્યો છે. આ એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડરમાં 750 વોલ્ટ ડીસી થર્ડ રેલ ટ્રેક્શન સિસ્ટમની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કાર્યરત કરવાની, ગ્રિડ સબસ્ટેશનો પાસેથી હાઈ વોલ્ટેજ કેબલિંગ સહિત સબસ્ટેશનો મેળવવા, 33કેવી કેબલ નેટવર્ક, ભારતના ઉત્તરપ્રદેશના આગ્રામાં આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટના કોરિડોર 1 અને 2 માટે ASS, TSS અને SCADA સિસ્ટમ સામેલ છે. આ 36 મહિનાનો પ્રોજેક્ટ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇઆઇબી) પાસેથી ફંડ મેળવશે.

એલએન્ડટી તમામ પ્રકારની ટ્રેક્શન સિસ્ટમ એટલે કે 25કેવી એસી ફ્લેક્સિબ્લ અને રિજિડ કેટેનરી સિસ્ટમ્સ, 2×25કેવી એસી ઓવરહેડ કેટનરી સિસ્ટમ, ડીસી ઓવરહેડ નોર્મલ અને ફીડર-મેસેન્જર પ્રકારની કેટેનરી સિસ્ટમ, મોનોરેલ ટ્રેક્શન સિસ્ટમ અને હવે ડીસી થર્ડ રેલ ટ્રેક્શન સિસ્ટમમાં રેલવે ઇલેક્ટ્રિફિકેશન ક્ષેત્રમાં કુશળતા ધરાવતી ભારતની અગ્રણી કંપની છે. એલએન્ડટી આગ્રા મેટ્રો માટે ટ્રેક કામગીરીનો અમલ કરે છે. યુપીએઆરસીએલ ઉત્તરપ્રદેશના કાનપુર, આગ્રા વગેરે જેવા મોટા શહેરો માટે મેટ્રો સિસ્ટમની કામગીરી હાથ ધરવા માટે અમલીકરણ માટે જવાબદાર સંસ્થાઓ પૈકીની એક છે.